Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુંડેલમાં જૂની અદાવતમાં યુવકની હત્યા:વસો પોલીસે શંકાસ્પદ આરોપીઓને ઝડપી તપાસ શરૂ કરી

    7 hours ago

    ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલા ટુંડેલ ગામે જૂની અદાવત મુદ્દે એક યુવકની ગોઝારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. ટુંડેલ ગામના કુવાવાળા એક જ ફળિયામાં રહેતા 36 વર્ષીય મહેશ મફત ગોહિલ નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ વસો પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી આગળની કાર્યવાહી શરુ કરી હતી. બનાવની વિગતો અનુસાર મૃતક મહેશ ગોહિલ અને અન્ય કેટલાક ઈસમો વચ્ચે અગાઉથી જૂની અદાવત ચાલી રહી હતી. આ જ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ મહેશ ગોહિલ પર ચપ્પા વડે પાશવી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા યુવકને તાત્કાલિક અસરથી સારવાર અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતક યુવકના પિતા મફત ગોહિલે જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરે હાજર હતા તે સમયે મહેશ અને અન્ય લોકો વચ્ચે મારામારી ચાલી રહી હોવાની જાણ થઈ હતી. આ માહિતી મળતા જ પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં પહોંચીને જોયું તો મહેશ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો અને તેને શરીરે ચપ્પાના ઊંડા ઘા વાગેલા હતા. જૂની વૈમનસ્યતાના કારણે જ આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. બનાવના પગલે ગામમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વસો પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા અને ઘટનામાં સામેલ હોવાની શંકાના આધારે કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. પોલીસે ઝડપાયેલા ઈસમોની કડક પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર મામલે વસો પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો અને બનાવ પાછળના ચોક્કસ કારણો અંગેની વધુ વિગતો મેળવવા માટે વિવિધ દિશાઓમાં તપાસ લંબાવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત, 3નાં મોત, 7 ઘાયલ:રિક્ષા-કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર; ભોળેશ્વર મહાદેવના દર્શન કરી પરત ફરતા કાળ ભેટ્યો
    Next Article
    સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ અકસ્માતોનું એપી સેન્ટર !:3 વર્ષમાં 2,288 એક્સિડન્ટમાં 1,488 ને ગંભીર ઈજા તો 1,061 લોકોએ જીવ ગૂમાવતા પરિવાર નોંધારો બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment