Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલિયા પર ફાયરીંગ:સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા શખ્સોએ ફોર્ચ્યુનરને ટક્કર મારી બે રાઉન્ડ ફાયર કર્યા, આરોપીઓની શોધખોળ શરૂ

    1 day ago

    મહેસાણાની નાગલપુર ચોકડી પાસે રવિવારે રાત્રે કુખ્યાત ભાવેશ ઝીલિયા પર ફિલ્મી સ્ટાઈલમાં હુમલો કરાયો. ભાવેશ પોતાના મિત્રો સાથે ફોર્ય્યુનરમાં બેઠો હતો ત્યારે જ રોંગસાઈડમાં આવેલી સ્કોર્પિયોએ એક બાદ એક ત્રણ ટક્કર મારી અને બેરાઉન્ડ ફાયર કરાયા. ભાવેશને હાથ પર સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. બનાવનું કારણ જાણવા ભાવેશની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભાવેશ સામે પણ ભૂતકાળમાં 20થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. ફિલ્મી સ્ટાઈલમાં હુમલો કરવામાં આવ્યો મહેસાણાની નાગલપુર ચોકડી પાસે ભાવેશ પોતાની ફોર્ચ્યુનર કારમાં હતો ત્યારે જ રોંગ સાઈડમાં આવેલી સ્કોર્પિયો કારે ધડાધડ ત્રણ ટક્કર મારી. અકસ્માત સર્જયા બાદ બે રાઊન્ડ ફાયર કરાયા અને સ્કોર્પિયોમાં સવાર લોકો ફરાર થઈ ગયા. ઘટનાસ્થળેથી બે રાઉન્ડ ફાયર થયાના પુરાવા મળ્યા ફાયરિંગની જાણ થતા પહોંચેલી પોલીસને ઘટનાસ્થળેથી એક ફાયર થયેલું રાઉન્ડ અને બીજું મિસફાયર થયેલું રાઉન્ડ મળી આવ્યું. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી FSLની મદદથી તપાસ શરૂ કરવામાં આવી. એક તરફથી ફાયરીંગ થયું છે કે બંને તરફથી થયું છે તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત સર્જવામાં આવ્યો તે સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો. જો કે, ફાયરિંગ થયું છે તે ઘટના આસપાસના CCTVમાં કેદ થઈ છે કે નહીં તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ભાવેશ ઝીલિયા સામે 20થી વધુ ગુના ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયા 2016માં પાટણના જાણીતા ડોક્ટરનું અપહરણ કરી ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ અમદાવાદમાં મસ્તાની ગેંગ બનાવી વસૂલાત અને ધાક-ધમકી આપતા છેલ્લા 11 વર્ષમાં તેની સામે ખૂનની કોશિશ, ખંડણી,અપહરણ અને ગુજસીટોક સહિત 20થી વધુ ગુના નોંધાયેલા છે. માર્ચ, 2026માં ઝીલિયા ગામમાં મંદિરના ફાળાના વિવાદ અને હિંસક અથડામણની ઘટના બની હતી. જેમાં તેના ઘર અને પોલીસવાન પર હુમલો થયો હતો. જે બાદ તંત્રએ કડક કાર્યવાહી કરીને ગૌચરની જમીન પર કબ્જો કરીને બનાવેલા તેના ગેરકાયદેસર આલીશાન ફાર્મહાઉસ પર બુલડોઝર ચલાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Switzerland Shooting: Woman Killed; Five Wounded At Rave Party In Aarau
    Next Article
    England Thrash Pakistan By 194 Runs At Lord's To Seal Series Win With A Test To Spare

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment