Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા મહાદેવની પધરામણી:શ્રાવણ માસમાં ગજાનન ગ્રાઉન્ડ ખાતે ધાર્મિક પ્રસંગ

    2 days ago

    પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દેવાધિદેવ ભગવાન આશુતોષ મહાદેવની ભવ્ય પધરામણીનો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. આ કાર્યક્રમ શ્રાવણ વદ-૨ના રવિવારે પટેલ કોલોની રોડ નં. ૪ અને ૫ વચ્ચે, શેરી નં. ૭-એ ખાતે ગુંજન એપાર્ટમેન્ટ સામે આવેલા ગજાનન ગ્રાઉન્ડમાં યોજાયો હતો. આ પધરામણી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભવ્ય સામૈયું, પૂજન-અર્ચન, શોભાયાત્રા, સંધ્યા મહાઆરતી અને ઈશ્વર વિવાહનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ પાવન પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના અગ્રણીઓ, આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભક્તોએ ભગવાન આશુતોષ મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કુખ્યાત ભાવેશ ઝીલીયા પર નાગલપુર પાસે ફાયરીંગ:સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા શખસો ફરાર, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
    Next Article
    Iceland Voters Say 'No' To Resume Talks To Rejoin European Union

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment