Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંધ કારમાં આગ લાગતા દોડધામ:રાવપુરા પ્રાદેશિક માહિતી કચેરી પાસે બંધ કારમાં અચાનક આગ ભભૂકી; આસપાસ કચરો હોવાથી આગ લાગ્યાની આશંકા, જાનહાનિ ટળી

    6 hours ago

    વડોદરાના રાવપુરા વિસ્તારમાં પ્રાદેશિક માહિતી કચેરી નજીક બંધ પડી રહેલી કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવને લઈ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ અંગેનો કોલ મળ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બંધ કારમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આ કારમાં આગની ઘટનામાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું કારણ હાલ અકબંધ છે. આ અંગે ફાયર ટીમના સરસૈનિક સલીમ શેખે જણાવ્યું હતું કે, આગ અંગેનો કોલ મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આસપાસ કચરો હતો જેથી આગ લાગી હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    રોબોટ બન્યો ચીફ ગેસ્ટ, દુકાનના ઓપનિંગમાં પૂજા કરી:બંદૂકઘારી બોડીગાર્ડ્સ સાથે શાહી એન્ટ્રી; ટિલક લગાવ્યું, ભગવા ખેસ પહેરીને ઠુમકા લગાવ્યા; તમે પણ જોતા રહી જશો!
    Next Article
    સુરેન્દ્રનગર LCBએ મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:વાંકાનેરથી ચોરાયેલી રૂ. 70,000ની મોટરસાઇકલ સાથે બે આરોપી ઝડપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment