Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ ઉપરકોટ કિલ્લાની દીવાલ પર દીપડો ચડી આવ્યો:અવાજ થતાં જ ઝાડીઓમાં ગાયબ થયો, વનવિભાગ દ્વારા સતર્કતાના આદેશ

    7 hours ago

    જૂનાગઢના જગવિખ્યાત ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની પાછળની દીવાલ પર અચાનક દીપડો આવી ચડતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. રવિવારની રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અને સ્થાનિક પરિવારો કિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે જ ધારાગઢ દરવાજા નજીકની ઊંચી દીવાલ પર હિંસક વન્યજીવ મુક્તપણે લટાર મારતો નજરે પડ્યો હતો. પ્રવાસીઓથી ધમધમતા પ્રવાસન કેન્દ્રની તદ્દન નજીક જ દીપડો દેખાતાં મુલાકાતીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને લોકોમાં ભારે ફાળ પડી ગઈ હતી. પ્રવાસીઓએ વીડિયો મોબાઇલમાં કેદ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો કિલ્લાની ઊંચી દીવાલ પર દીપડાને આંટાફેરા મારતો જોઈને નજીકમાં હાજર પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કેટલાક જાગૃત મુલાકાતીઓએ તાત્કાલિક પોતાના સ્માર્ટફોન કેમેરામાં આ રોમાંચક અને ડરામણા દ્રશ્યો કેદ કરી લીધા હતા. જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સુરક્ષાના ભય વચ્ચે સ્થળ પર હાજર લોકોએ તકેદારીના ભાગરૂપે તાબડતોબ સલામત સ્થળો તરફ દોટ મૂકી હતી. વનવિભાગ કાફલા સાથે દોડી આવ્યું અને કોર્ડન કરી તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ વનવિભાગનો સ્ટાફ વિના વિલંબે ઉપરકોટ કિલ્લા ખાતે પહોંચી ગયો હતો. વનકર્મીઓએ ધારાગઢ દરવાજા આસપાસના સમગ્ર સંવેદનશીલ વિસ્તારને ઘેરી લઈને પ્રાથમિક સુરક્ષા કોર્ડન ઊભું કર્યું હતું. અધિકારીઓની આગેવાની હેઠળ વનવિભાગની અલગ-અલગ ટુકડીઓએ કિલ્લાની પાછળ આવેલા ગીચ ઝાડી-ઝાંખરા અને જંગલ વિસ્તારમાં દીપડાના પગના નિશાન ટ્રેસ કરીને સઘન શોધખોળ હાથ ધરી હતી. માનવ ચહલપહલ વધતાં દીપડો જંગલમાં સરકી ગયો સ્થળ પર લોકોની ભારે ભીડ અને અવાજ વધી જતાં દીપડો દીવાલ પરથી નીચે કૂદીને કિલ્લા પાછળની ઘટાદાર ઝાડીઓમાં ભાગી છૂટ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. મુલાકાતીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વનવિભાગ દ્વારા હાલ કિલ્લા પરિસર અને આસપાસના જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને અવાવરૂ સ્થળો તરફ ન જવા અને સતર્ક રહેવા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Mohan Bhagwat New York Event: RSS Chief Mohan Bhagwat पर क्यों भड़के Kapil Sibal? पूछा ये सवाल
    Next Article
    સુરત LCBએ પુણેમાં ઓપરેશન પાર પાડ્યું:કાપડ વેપારી સાથે છેતરપિંડી કરનાર દલાલ, 8 વર્ષથી વોન્ટેડ બૂટલેગર અને સચિનમાંથી 11 જુગારીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment