Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના સાહસવીરો હિમાલયની સ્પીતિ મેરેથોનમાં ભાગ લેશે:ભારતીય સેના આયોજિત 'સૂર્યા સ્પીતિ મેરેથોન'માં કદમ મિલાવશે

    9 hours ago

    ભારતીય સેનાના ઉપક્રમે હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલીમાં 28 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન 'સૂર્યા સ્પીતિ મેરેથોન એન્ડ હાફ મેરેથોન-2026' (3જી આવૃત્તિ)નું આયોજન કરાયું છે. આ હાઈ-અલ્ટીટ્યુડ મેરેથોનમાં જામનગર સાયકલિંગ ક્લબના સભ્યો ભાગ લેશે. જામનગર સાયકલિંગ ક્લબના પ્રતિનિધિઓમાં ડૉ. વિરાણી, ડૉ. ધવલ, રાહુલ ગણાત્રા, હાર્દિક સોલંકી, ધર્મેશ પાટીદાર, હરીશભાઈ અને દર્શિલનો સમાવેશ થાય છે. વૈશાલી પાટીદાર અને ક્રિશ્ના લઠ્ઠા 10 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લેશે. આ મેરેથોન સમુદ્ર સપાટીથી 11,000 થી 12,000 ફૂટથી વધુ ઊંચાઈ પર યોજાશે. આ ઊંચાઈ પર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, જે સ્પર્ધકો માટે પડકારજનક રહેશે. આ મેરેથોન સ્પીતિ વેલીના બરફીલા પવનો અને કઠોર પહાડી માર્ગો પરથી પસાર થશે. આ રૂટ દોડવીરોની શારીરિક ક્ષમતાની કસોટી કરશે. જામનગરના નાગરિકો અને સાયકલિંગ ક્લબ પરિવારે આ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી છે. તેમની ભાગીદારી અન્ય લોકો માટે પ્રેરણાદાયક બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    વન્યપ્રાણીએ 15 લોકોને બચકાં ભર્યા:NEET PGમાં 2 મિનિટનું મોડું ભારે પડ્યું, રેલવે સ્ટેશનની કેન્ટીનમાં ઉંદરે પફ ઝાપટ્યો; ગર્લફ્રેન્ડને ખુશ કરવા 14 iPhone ચોર્યા
    Next Article
    "મારી નાખું એટલી ત્રેવડ છે, ઓન ધ સ્પોટ ફાયર કરીશ":રાજકોટમાં પડોશી મહિલાના પતિએ દવા પી જતા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment