Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોર્ન વેબસાઇટ્સ પર ચેટિંગ, આતંકીઓનું નવું હથિયાર:એજન્સીઓની નજરથી બચીને કાશ્મીરમાં આતંક ફેલાવવાની નવી ચાલ, સિમ કાર્ડ-નંબર વગર પાકિસ્તાનથી કંટ્રોલ થઈ રહ્યા છે સ્લીપર સેલ!

    12 hours ago

    પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ગુપ્ત ચેટિંગ માટે હવે પોર્ન વેબસાઇટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષા અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તેનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. આતંકવાદીઓ આનાથી જમ્મુ-કાશ્મીરમાં ભરતી કરાયેલા લોકો સુધી મેસેજ પહોંચાડી રહ્યા છે. જેથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવાથી બચી શકાય. અધિકારીઓએ જણાવ્યું કે આ પોર્નોગ્રાફી પ્લેટફોર્મ પર રિયલ-ટાઇમ ચેટ ટૂલ્સ ઉપલબ્ધ હોય છે. જે આસપાસ ડેટ (પાર્ટનર) શોધવામાં મદદ કરવાના નામે કામ કરે છે. પરંતુ હેન્ડલર્સ તેનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરી રહ્યા છે. આતંકવાદીઓ ટૉર નેટવર્કનો પણ ઉપયોગ કરી રહ્યા છેછે સુરક્ષા એજન્સીઓએ ઘણા ખાસ ડિજિટલ ટૂલ્સની તપાસ શરૂ કરી છે. આતંકવાદી હેન્ડલર્સ કોટેક્સ અને કોનિયન જેવી ટૉર આધારિત મેસેજિંગ એપ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ એપ્સ ડેટાને એન્ક્રિપ્ટેડ નોડ્સથી મોકલે છે અને યુઝરની ઓળખ છુપાવે છે. અધિકારીઓ અનુસાર, ભારતમાં કોનિયનની APK ફાઇલ સુધી પહોંચ પર પ્રતિબંધ છે. APK એટલે કે એન્ડ્રોઇડ પેકેજ કિટ એ ફાઇલ ફોર્મેટ છે, જેનો ઉપયોગ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઇલ એપ્સને વિતરિત કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કરે છે. ચીન, ફ્રાન્સની એપ્સ પણ આતંકવાદીઓની ફેવરિટ આ ઉપરાંત, આતંકવાદીઓ ફ્રાન્સ સ્થિત એવી એપ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સિમ કાર્ડ કે ફોન નંબરની જરૂરિયાત વિના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગની સુવિધા છે. આનાથી યુઝરની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. એજન્સીઓ વિયેતનામ આધારિત એપ્સ પર પણ નજર રાખી રહી છે. આ સાથે જ મૂનચેટ જેવા અનામી પ્લેટફોર્મ પણ તપાસના રડારમાં છે. મૂનચેટમાં PGP-એન્ક્રિપ્ટેડ વર્ઝન સામેલ છે, જે ચીની મૂળના હોવાની શંકા છે અને તેમાં પરંપરાગત રજિસ્ટ્રેશનની જરૂર નથી હોતી. મૂનચેટના ઘણા વર્ઝન એવા છે, જેનો ઉપયોગ આસપાસ હાજર સિંગલ લોકોને શોધવા માટે કરવામાં આવે છે. ભારતમાં પોર્ન એપ્સ VPN દ્વારા ડાઉનલોડ થઈ રહી છે અધિકારીઓના મતે, ભારતમાં પોર્નોગ્રાફીવાળી ઘણી એપ્સ પર પ્રતિબંધ છે. તેમ છતાં, તેમને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN દ્વારા ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરવામાં આવી રહી છે. VPN ઇન્ટરનેટ પર સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ કનેક્શન બનાવે છે. તે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છુપાવે છે અને ઓનલાઈન ટ્રાફિકને એન્ક્રિપ્ટ કરે છે, જેનાથી ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને ડેટા સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે. 2G નેટવર્ક પર પણ ચાલતી એપ્સનો ઉપયોગ સુરક્ષા અધિકારીઓએ શોધી કાઢ્યું કે હેન્ડલર અને ખીણમાં હાજર આતંકી ભરતી કરાયેલા લોકો એવી ખાસ એપ્સ પર નિર્ભર હતા, જે ધીમી 2G કે EDGE નેટવર્ક સ્પીડમાં પણ કામ કરે છે. આમાંથી કેટલીક એપ્સ પર રજીસ્ટ્રેશન માટે યુઝરને ફોન નંબર કે ઈમેલ પણ આપવાની જરૂર નથી હોતી. નવી રણનીતિનો ખુલાસો સુરક્ષા દળો દ્વારા વિદેશી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી વર્ચ્યુઅલ સિમના ઉપયોગને રોકવાના પ્રયાસ દરમિયાન થયો. વર્ચ્યુઅલ સિમ એવી ટેકનોલોજી છે, જે કોમ્પ્યુટરને ફોન નંબર બનાવવાની સુવિધા આપે છે. આ નંબરોનો ઉપયોગ ખાસ એપ્સ દ્વારા સ્માર્ટફોન પર કરી શકાય છે અને તેનાથી ડિજિટલ નિશાન ખૂબ ઓછા રહે છે. તેનો પહેલીવાર ખુલાસો 2019ના પુલવામા આતંકી હુમલાની તપાસ દરમિયાન થયો હતો. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ ફસાયા:6 ઇંચનું બાકોરું કરીને પાઇપથી હવા પહોંચાડાય છે; અત્યાર સુધીમાં 804 લોકોનાં મોત
    Next Article
    વન્યપ્રાણીએ 15 લોકોને બચકાં ભર્યા:NEET PGમાં 2 મિનિટનું મોડું ભારે પડ્યું, રેલવે સ્ટેશનની કેન્ટીનમાં ઉંદરે પફ ઝાપટ્યો; ગર્લફ્રેન્ડને ખુશ કરવા 14 iPhone ચોર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment