Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવનિર્મિત શામળાજી તાલુકામાં સરકારી પુસ્તકાલયનું ઉદ્ઘાટન:મંત્રી પી.સી. બરંડાએ કહ્યું,-પુસ્તકાલય સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે જ્ઞાનનું કેન્દ્ર; નવા તાલુકાના વિકાસ પર ભાર મૂક્યો

    21 hours ago

    અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પુસ્તકાલય નવા તાલુકાના શિક્ષણ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી તાલુકો તાજેતરમાં જ અલગ તાલુકા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે અને રાજ્ય સરકાર તેના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, પુસ્તકાલય માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ જ્ઞાનનું કેન્દ્ર છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ પુસ્તકાલય યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુણવત્તાયુક્ત સંસાધનો, શાંત વાતાવરણ, આધુનિક પુસ્તકો, સામયિકો, અખબારો અને ડિજિટલ સુવિધાઓ પૂરી પાડશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં શિક્ષણ અને જ્ઞાન પ્રસાર માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો. બરંડાએ જણાવ્યું કે, આ પુસ્તકાલય આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ખાસ લાભ આપશે. તેમણે વિદ્યાર્થીઓને વધુ વાંચન કરવા અને જ્ઞાન મેળવવા પ્રેરણા આપી. આ પુસ્તકાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની માર્ગદર્શિકાઓ, બાળસાહિત્ય, સામાન્ય જ્ઞાન, સ્થાનિક ઇતિહાસ અને સંસ્કૃતિ સંબંધિત સામગ્રી ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન સંસાધનોનો લાભ લઈ શકે તે માટે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે. નિયામકશ્રીએ માહિતી આપી હતી કે આ પુસ્તકાલય તાલુકાના તમામ વર્ગના નાગરિકો માટે ખુલ્લું રહેશે અને તેમાં નિયમિતપણે નવા પુસ્તકો ઉમેરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રીએ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો અને શામળાજી તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાની ખાતરી આપી. આ પ્રસંગે ડૉ. પંકજ કે. ગોસ્વામી (નિયામક, ગ્રંથાલય, ગુજરાત રાજ્ય, ગાંધીનગર), સુભાષ જે. પટેલ (ગ્રંથપાલ, સરકારી જિલ્લા પુસ્તકાલય, મોડાસા, અરવલ્લી), એમ.ટી. નીસરતા (મદદનીશ ગ્રંથાલય નિયામક, અમદાવાદ વિભાગ), જિલ્લા સદસ્યો, તાલુકા પંચાયતના અધ્યક્ષ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ રિબન કાપીને પુસ્તકાલયનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું અને તેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
    Click here to Read More
    Previous Article
    LCB એ દારૂની હેરાફેરી ઝડપી:બનાસકાંઠાના ગઢમાં કારમાંથી દારૂ અને બિયરની 1224 બોટલો જપ્ત કરી, ચાલક ફરાર
    Next Article
    Israel Kills 3-Year-Old Boy In Airstrike Near Gaza Bakery

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment