Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુતડીનાર-ત્રગડી દરિયાકાંઠેથી અજાણ્યા પુરુષની લાશ મળી:ડિકમ્પોઝ થયેલી લાશની ઓળખ માટે પોલીસની તપાસ શરૂ

    9 hours ago

    કચ્છના કુતડીનાર અને ત્રગડી બંદર વચ્ચેના દરિયાકાંઠેથી એક અજાણ્યા પુરુષની અત્યંત વિકૃત હાલતમાં લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ લાશ દરિયામાંથી તણાઈને કિનારે આવી હોવાનું મનાય છે. મૃતકની ઉંમર આશરે 30થી 35 વર્ષની હોવાનો અંદાજ છે. પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાને કારણે લાશ અત્યંત વિકૃત થઈ ગઈ હતી. મૃતકના શરીરની ચામડી ઓગળી ગઈ હતી અને માથાના ભાગે ખોપરીના હાડકાં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ સ્થિતિને કારણે મૃતકના ચહેરા પરથી ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની છે.પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકે આછા વાદળી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું, જેના પર લાલ અને સફેદ રંગની ડિઝાઇન હતી. તેણે ઘેરા વાદળી રંગનું નાઈટ પેન્ટ પણ ધારણ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતકના ડાબા હાથના કાંડાના અલ્ના બોનના હાડકાને જોડવા માટે અગાઉ સ્ટીલની પ્લેટ બેસાડવામાં આવી હતી. આ એક મહત્વપૂર્ણ ઓળખ ચિહ્ન છે.વધુમાં, મૃતકના જમણા હાથના કાંડા પર બે રાખડીઓ બાંધેલી મળી હતી. એક રાખડી લાલ દોરામાં સોનેરી ડિઝાઇનવાળા મોતી જડેલી હતી, જ્યારે બીજી રાખડીમાં બે ત્રિશૂળના ચિહ્નોની વચ્ચે 'માં' લખેલું હતું.પોલીસ નોંધ મુજબ, મૃતકની ઊંચાઈ આશરે 5 ફૂટ 7 ઇંચ છે. પોલીસ હાલ આ અજાણ્યા પુરુષની ઓળખ કરવા અને તે કયા સંજોગોમાં દરિયામાં તણાઈ આવ્યો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જો કોઈ વ્યક્તિને આ વર્ણન સાથે ગુમ થયેલ વ્યક્તિ વિશે માહિતી હોય અથવા મૃતકના સગા-સંબંધીઓ વિશે જાણકારી હોય, તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી મૃતકની ઓળખ કરવામાં મદદ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ ઉઝબેકિસ્તાનમાં લોકોને યોગ શીખવ્યા, VIDEO:સેલ્ફી વીડિયો રેકોર્ડ કરીને કહ્યું- ખૂબ સરસ કર્યું; રાષ્ટ્રપતિ શાવકત સાથે બેઠક ચાલુ
    Next Article
    પાટણમાં શિક્ષણ સેવા સંગઠન પર્વ-2026 ની ઉજવણી:યુનિવર્સિટી હોલમાં ચિંતન બેઠક, 600 થી વધુ સભ્યો ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment