Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ માટે બે મહત્વાકાંક્ષી પહેલ:કેમ્પસમાં નિશુલ્ક વાઈફાઈની સુવિધા મળશે, ઈન્ટર્નશિપ કેમ્પસમાં જ કરી મહેનતાણું પણ મેળવી શકશે

    10 hours ago

    ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે બે મહત્વાકાંક્ષી પહેલ શરૂ છે. જેમાં હવે યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં વિદ્યાર્થીઓને નિશુલ્ક વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ પોતાના લોગિન આઈડી અને મોબાઈલ નંબરના આધારે રજીસ્ટ્રેશન કરી આ સુવિધાનો લાભ લઈ શકશે. સેનેટ હોલ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં એક જ નેટવર્ક દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જેનાથી લાઈબ્રેરી, ટીચિંગ રિસોર્સિસ અને યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સિસનો પણ વિદ્યાર્થીઓને સરળતાથી લાભ મળી શકે. Earn While You Learnના સૂત્ર સાથે ઈન્ટર્નશીપ યોજના બીજી પહેલમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા Earn While You Learnના સૂત્ર સાથે નવી ઈન્ટર્નશિપ યોજના શરૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં એડમિનિસ્ટ્રેટિવ, ટીચિંગ આસિસ્ટન્ટ, ક્લેરિકલ તેમજ કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કામ કરી શકશે. વિકસિત દેશની યુનિ.ની જેમ વિદ્યાર્થીઓને અનુભવ મળશે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ, સ્કિલ ડેવલપમેન્ટ, ક્રેડિટ માર્ક્સ તેમજ મહેનતાણું પણ આપવામાં આવશે. કેનેડા અને અમેરિકા જેવી વિકસિત દેશોની યુનિવર્સિટીઓના મોડલને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકનું જ્ઞાન પૂરતું નહીં પરંતુ વ્યવહારિક અનુભવ પણ મળે તે દિશામાં યુનિવર્સિટી મહત્વનું પગલું લઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ ફસાયા:6 ઇંચનું બાકોરું કરીને પાઇપથી હવા પહોંચાડવામાં આવી રહી છે; અત્યાર સુધીમાં 691 મૃત્યુ
    Next Article
    18,600 ફૂટની ઊંચાઈએ મોતનાં મુખમાંથી દર્દીને એરલિફ્ટ કરાયો, VIDEO:હવામાં માત્ર ‘એક સ્કિડ’ પર હેલિકોપ્ટર બેલેન્સ કર્યું, કારગિલમાં સેનાનું શ્વાસ અધ્ધર કરી દેતું રેસ્ક્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment