Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્સિજન:ટાંકણાની પીડા

    15 hours ago

    ‘સા હેબ, આપ જોઈ નહીં શકો.’ સલિલ ચંદ્રા, દેશનો નામી ઉદ્યોગપતિ, મૂર્તિકારની આ વાત સાંભળી અચરજ પામ્યો. સલિલ તેના સ્વર્ગસ્થ પિતાની મૂર્તિ બનાવડાવી રહ્યો હતો, જે તેના કોર્પોરેટ હાઉસના પ્રવેશ પાસે મૂકવાની હતી. તેના પિતાએ જ તો આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું હતું. મૂર્તિનું કામ કેટલે પહોંચ્યું છે તે જોવા માટે તે મૂર્તિકારના વર્કશોપ ઉપર આવ્યો હતો. મૂર્તિકાર ટાંકણાથી પથ્થરને કોતરીને મૂર્તિ તૈયાર કરી રહ્યો હતો એટલે તેને એમ થયું કે સલિલ કદાચ પિતાના સ્વરૂપને ટાંકણા વાગતા નહીં જોઈ શકે. મૂર્તિકારની વાત સાંભળી સલિલ ગંભીર થઈ ગયો અને કંઈક જૂની વાતોમાં ખોવાઈ ગયો. સલિલના પિતા વ્રજેશ ચંદ્રા. નાની ઉંમરમાં તેમણે પિતા ગુમાવ્યા. કુટુંબના ભરણપોષણની જવાબદારી માથે આવવાને કારણે તેઓ ગામ પાસે આવેલી અગરબત્તી બનાવવાની ફેક્ટરીમાં કામે લાગ્યા. દિવસ-રાત મહેનત કરીને હુન્નર શીખવાની સાથે બે પૈસા ભેગા કર્યા, અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. વરસ માંડ થયું હતું કે ભારે વરસાદના કારણે પૂર આવ્યું અને તેમના કારખાનામાં પાણી ફરી વળ્યું. મોટું નુકસાન સહન કર્યું. કોઇ અન્ય હોય તો તૂટી જાય, પરંતુ વ્રજેશ ચંદ્રાએ થોડા મહિનામાં ફરી ઊભા થઈને સેલ્સમેનની જોબ લીધી. નવું હુન્નર, નવો ધંધો, એમ કરતા આગળ વધતા ગયા. ઘડિયાળ સામું જોયા વગર મહેનત કરી, પરિવારને આપવાના સમયનો ભોગ આપ્યો, ક્યારેક ફાયદો કર્યો તો કર્મચારીઓમાં વહેંચ્યો અને નુકસાન થયું તો પોતે ભોગવ્યું. સમયના અનેક ઘાને હસતાં મોંઢે સ્વીકારીને વ્રજેશ ચંદ્રાએ હજારો કર્મચારીઓને રોજી આપે એવું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. એ દરેક કર્મચારી માટે ‘ચંદ્રા સાહેબ’ એટલે ભગવાનનું બીજું સ્વરૂપ. એ જ ઈશ્વર સમાન પિતાની ટાંકણા વડે કંડારાતી મૂર્તિને સલિલ જોઈ રહ્યો અને મૂર્તિકારને કહ્યું, ‘મૂર્તિની નીચે પિતાજીની આ શીખ કંડારજો- જે ટાંકણાની પીડા સહન કરી શકે છે તે પથ્થર જ મૂર્તિ બને છે.’
    Click here to Read More
    Previous Article
    "Everyone Has To Be Equally Responsible": Sunil Chhetri's Big Request Amid Indian Football's Struggles
    Next Article
    Ground Report | સપ્ટેમ્બરમાં છેલ્લી આશા ? । ખેંચાયો વરસાદ દુકાળના એંધાણ ! । Gujarat Rain | Monsoon

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment