Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ ઉત્સવમાં મહિલા ઉદ્યોગસાહસિકોને વ્યાપક બજાર મળ્યું:જયશ્રીબહેન જાલોંધ્રાએ પરંપરાગત કાપડ સંસ્કૃતિ જીવંત રાખી

    6 hours ago

    સોમનાથના આંગણે મહિલાઓને ઉદ્યોગ સાહસિક તરીકેની ઓળખ મળે અને આત્મનિર્ભર બને તે હેતુથી ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં વિવિધ જિલ્લાઓના સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્થાનિક ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે ઉત્તમ તક પૂરી પાડવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બેડિયા ગામના જયશ્રીબહેન જાલોંધ્રા આવા જ એક મહિલા ઉદ્યોગસાહસિક છે, જે ભૂમિકા મિશન મંગલમ સાથે જોડાયેલા છે. તેમના પરંપરાગત અને ભાતીગળ કાપડશૈલીને આ મેળા થકી પ્રોત્સાહન મળ્યું છે અને તેમના ઉત્પાદનોને વધુ વ્યાપક બજાર પ્રાપ્ત થયું છે. જયશ્રીબહેને જણાવ્યું હતું કે, ‘શ્રાવણ ઉત્સવ’ જેવા મેળાઓ થકી મહિલાઓ દ્વારા ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓને વ્યાપક બજાર મળે છે. અમારા મંડળમાં ૧૦ થી વધુ બહેનો કામ કરે છે, જેમાં વિધવા બહેનો, દિવ્યાંગ બહેનો અને જેઓ બહાર જઈને કામ કરી શકતી નથી તેવી બહેનો પણ સખીમંડળમાં જોડાઈને આર્થિક રીતે પગભર બની છે. તેમણે ઉમેર્યું હતું કે, વિવિધ પ્રદેશોની ઓળખ સમાન પહેરવેશની સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. અમે અમારા કપડાંના માધ્યમથી આવનારી પેઢીને વિવિધ ભાત, આભલા અને રંગોના સંમિશ્રણથી બનેલા પહેરવેશની ભાતીગળ સંસ્કૃતિનું મહત્વ દર્શાવવા માંગીએ છીએ. અમારી કાર્યશૈલી દ્વારા કપડાં થકી સંસ્કૃતિ જીવંત રહે તેવા હેતુસર પરંપરાગત કાપડનું વેચાણ કરીએ છીએ. સખીમંડળના માધ્યમથી બહેનો ભગવાનના વસ્ત્રો, હોમ ડેકોરેશનની ચીજવસ્તુઓ અને પરંપરાગત પહેરવેશ જેવી વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે, જેનાથી તેમને મહિને ૧૦ થી ૧૫ હજાર રૂપિયાની આવક થાય છે. શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના સાન્નિધ્યમાં ‘શ્રાવણ ઉત્સવ’માં ભાગ લેવાની તક મળવા બદલ અમે પોતાને નસીબદાર માનીએ છીએ અને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    ફોન ન આપતા મિત્રએ મિત્ર પર હુમલો કર્યો:ઘોઘા તાલુકાના વાળુકડ ગામે સામાન્ય બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેનાર સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    વડનગરમાં રક્ષાબંધને સગી બહેનના અપહરણ કેસમાં નવો ખુલાસો:મિલકતમાંથી ભાગ ન માગે તે માટે ભાઈએ હિંમતનગર SPG ઓફિસ લઈ જઈ સહી કરાવી, રાતે 1 વાગ્યે પેટ્રોલપંપે ઊતારી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment