Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ લાલ નિશાન એટલે ચેતવણી!:વધુ ખાંડ-તેલવાળી ખાવા-પીવાની વસ્તુઓ પર લાગશે ષટ્કોણ લેબલ, અનહેલ્ધી ફૂડથી બચવું હવે બનશે સરળ; સવાલ-જવાબમાં જાણો બધું જ

    9 hours ago

    હવે ખાવા-પીવાની વસ્તુઓના પેકેટ પર તમને હેક્ઝાગોનલ શેપમાં લાલ રંગનું ચેતવણી લેબલ દેખાશે. આ લેબલનો અર્થ એ થશે કે પેકેટમાં જે ફૂડ છે, તેમાં ફેટ, સુગર અને મીઠાનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કરીને આ માહિતી આપી છે. તેનો હેતુ ગ્રાહકોને ખાવા-પીવાની એવી વસ્તુઓ પ્રત્યે જાગૃત કરવાનો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. SCએ FSSAIને નિયમોમાં વિલંબ બદલ ફટકાર લગાવી હતી '3S એન્ડ અવર હેલ્થ સોસાયટી' નામના એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ડબ્બાબંધ કે પેકેટવાળા ખોરાક પર ફરજિયાત વોર્નિંગ લેબલ લગાવવાની માંગ કરી હતી. આ કેસની અગાઉની સુનાવણી (13 ઓગસ્ટ) દરમિયાન જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે FSSAIને નિયમોમાં વિલંબ બદલ ફટકાર લગાવી હતી અને પૂછ્યું હતું કે શું સરકાર નથી ઈચ્છતી કે તેના લોકો સ્વસ્થ રહે? આ પછી FSSAIએ આ સોગંદનામું રજૂ કર્યું છે. સવાલ-જવાબમાં સમજીએ કે આખો મામલો શું છે અને તેની તમારી જિંદગી પર શું અસર પડશે... સવાલ 1: FSSAIએ સુપ્રીમ કોર્ટમાં શું પ્રસ્તાવ મૂક્યો છે? જવાબ: FSSAIએ સર્વોચ્ચ અદાલતને જાણ કરી છે કે તે વધુ ચરબી, વધુ ખાંડ અને મીઠાવાળી ખાદ્યપદાર્થોના પેકેટ પર સામેની બાજુએ લાલ રંગનું ચેતવણી લેબલ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ લેબલ લોકોને સરળતાથી સમજી શકાય તેવી ચેતવણી આપશે. સવાલ 2: આ લાલ રંગનું વોર્નિંગ લેબલ દેખાવમાં કેવું હશે? જવાબ: FSSAIના પ્રસ્તાવ મુજબ, આ વોર્નિંગ લેબલ લાલ રંગના ષટ્કોણ (હેક્ઝાગોનલ- 6 ખૂણાવાળા) આકારનું હશે. તેને પેકેટના ફ્રન્ટ એટલે કે બરાબર સામેની બાજુએ લગાવવામાં આવશે. સવાલ 3: નિયમો નક્કી કરવાનો આધાર કે માપદંડ શું છે? જવાબ: કોઈપણ ફૂડ પ્રોડક્ટ હાઈ ફેટ, હાઈ સુગર કે હાઈ સોલ્ટ (HFSS)ની શ્રેણીમાં આવે છે કે નહીં, તેનો નિર્ણય ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (ICMR-NIN) દ્વારા જારી કરાયેલ ‘ડાયટ્રી ગાઈડલાઈન્સ ફોર ઇન્ડિયન્સ, 2024’ના માપદંડોના આધારે કરવામાં આવશે. સવાલ 4: શું આ નિયમ તમામ પેક્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર એકસાથે લાગુ પડશે? જવાબ: ના, FSSAIએ તેને અલગ-અલગ તબક્કામાં લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી ઉદ્યોગને તેના ઉત્પાદનો સુધારવાની તક મળે. સવાલ 5: શું કેટલાક ખાદ્ય પદાર્થોને આ લાલ લેબલમાંથી મુક્તિ પણ મળી છે? જવાબ: હા, કેટલીક પસંદગીની શ્રેણીઓને આમાંથી બહાર રાખવાનો પ્રસ્તાવ છે. સિંગલ-ઇન્ગ્રેડિયન્ટ (માત્ર એક ઘટકવાળા) ઉત્પાદનો અને એવા પદાર્થો જે કુદરતી રીતે જ ફેટ, સુગર અથવા મીઠાથી ભરપૂર હોય છે, તેમને મુક્તિ મળશે. ઉદાહરણ તરીકે શુદ્ધ ઘી, ખાદ્ય તેલ, સાદું મીઠું, ખાંડ, ગોળ અને મધને આ ફ્રન્ટ-ઓફ-પેક ચેતવણીમાંથી મુક્તિ આપવામાં આવશે. સવાલ 6: FSSAI અનુસાર આ નવા નિયમનો સૌથી મોટો ફાયદો કોને થશે? જવાબ: FSSAI એ કોર્ટને જણાવ્યું છે કે આ ગ્રાહક-મૈત્રીપૂર્ણ લેબલિંગ વ્યવસ્થાથી લોકો જાગૃત થઈને ભોજનની પસંદગી કરી શકશે. આનો સૌથી મોટો ફાયદો બાળકો અને સમાજના સંવેદનશીલ અથવા નબળા વર્ગોને થશે, જેઓ અજાણતામાં અત્યંત બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાઈ લે છે. સવાલ 7: ‘ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ’ શું છે? જવાબ- ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ (FOPL) તે લેબલ છે, જે કોઈ ફૂડ પ્રોડક્ટના પેકેટના આગળના ભાગમાં લખેલું હોય છે. આમાં ખાવાના મુખ્ય ઘટકો જેવા કે ખાંડ, મીઠું અને ચરબીની માહિતીને સરળ અને ઝડપથી સમજી શકાય તેવી રીતે દર્શાવવામાં આવે છે. આનો હેતુ એ છે કે ગ્રાહક તરત સમજી શકે કે તે જે ફૂડ ખરીદી રહ્યો છે, તે સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે. આ માહિતી પેકેટની પાછળ લખેલા લાંબા-પહોળા ન્યુટ્રિશનલ ફેક્ટ્સથી અલગ હોય છે. આમાં ફક્ત જરૂરી માહિતીને સરળ ગ્રાફિક્સ અથવા રંગો દ્વારા દર્શાવવામાં આવે છે. સવાલ 8: વર્તમાન પેકેજ્ડ ફૂડ પર ફૂડ સંબંધિત પોષક માહિતી ક્યાં લખેલી હોય છે? જવાબ- તે સામાન્ય રીતે પેકેજ્ડ ફૂડની પાછળ અથવા બાજુ પર ટેબલના સ્વરૂપમાં લખેલી હોય છે. આ માહિતી પ્રોડક્ટના 100 ગ્રામ, 100 મિલીલીટર અથવા દરેક સર્વિંગમાં હાજર પોષક મૂલ્યો જેમ કે - કેલરી, ફેટ, પ્રોટીન, સુગર અને સોડિયમની માત્રા દર્શાવે છે. સવાલ 9: ‘ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ’થી શું જાણવા મળે છે? જવાબ- ફ્રન્ટ ઓફ પેક લેબલિંગથી જાણવા મળે છે કે ફૂડ હેલ્ધી છે કે અનહેલ્ધી. તેમાં કેટલી કેલરી, સુગર, મીઠું અને ફેટ છે અને શું તે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. વિગતો નીચે ગ્રાફિકમાં જુઓ– સવાલ 10: ‘ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ’ શા માટે જરૂરી છે? જવાબ- ‘ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ’ એટલા માટે જરૂરી છે જેથી લોકો પેકેજ્ડ ફૂડ ખરીદતી વખતે ઝડપથી અને સ્પષ્ટપણે તેની હેલ્થ ઇમ્પેક્ટને સમજી શકે. આનાથી તેમના માટે હેલ્ધી વિકલ્પો પસંદ કરવાનું સરળ બનશે અને અનહેલ્ધી ફૂડના વધુ પડતા સેવનને રોકી શકાશે. સવાલ 11: ‘ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ’થી આપણને શું ફાયદો થશે? જવાબ- ફ્રન્ટ ઓફ પેક લેબલિંગનો હેતુ ન્યુટ્રિશનની જટિલ માહિતીને સરળ બનાવવાનો છે, જેથી ગ્રાહકો ખરીદતી વખતે જ સારો નિર્ણય લઈ શકે અને અનહેલ્ધી વિકલ્પોથી બચી શકે. નીચે આપેલા ગ્રાફિક્સથી તેના ફાયદા સમજો- સવાલ 12: સુપ્રીમ કોર્ટે FSSAIને લોગોનો નિર્દેશ શા માટે આપ્યો? જવાબ- દેશમાં લાઇફસ્ટાઇલ બીમારીઓ ઝડપથી વધી રહી છે. તેનું મુખ્ય કારણ અનહેલ્ધી ખાનપાન છે. પેકેજ્ડ અને અલ્ટ્રાપ્રોસેસ્ડ ફૂડમાં રહેલી વધુ ખાંડ, મીઠું અને ફેટની માત્રા આ બીમારીઓનું મોટું કારણ બની રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે FSSAIને કહ્યું છે કે તે પેકેજ્ડ ફૂડ પર ‘ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ’ લાગુ કરવા પર ગંભીરતાથી વિચાર કરે, જેથી લોકો ખરીદતી વખતે જ સંભવિત હેલ્થ રિસ્ક સમજી શકે. ગ્રાફિકથી સમજીએ કે ભારતમાં લાઇફસ્ટાઇલ બીમારીઓની સ્થિતિ કેટલી ગંભીર છે-
    Click here to Read More
    Previous Article
    क्या नेपाल की विनाशकारी बाढ़ पर चीन कुछ छिपा रहा है?
    Next Article
    હર્ષ પંડ્યા કેસમાં HODને બરતરફ કરવાની માંગ:ઉનામાં સિંહનો વૃદ્ધ પર હુમલો, ટ્રેનના AC કોચમાં દારૂ ઝડપાયો, ખેડુતો વરસાદની ઘટથી ચિંતિત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment