Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગોલ્ડન બોય'નું સપનું તૂટ્યું:નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી ઈજાના કારણે બહાર, ટ્રેનિંગમાં લિગામેન્ટ ફાટ્યું; કહ્યું- અવરોધો સફરનો ભાગ, જલદીથી કમબેક કરીશ

    17 hours ago

    નીરજ ચોપરા સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. ટ્રેનિંગ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થવાને કારણે તેનો લિગામેન્ટ ફાટી ગયો. ચોપરાએ શુક્રવારે સોશિયલ મીડિયામાં પોસ્ટથી આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે લોઝેનમાં સીઝનનો શ્રેષ્ઠ થ્રો કર્યાના થોડા સમય પછી ટ્રેનિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનારા ચોપરાએ ડોક્ટર અને ટીમ સાથે ચર્ચા કર્યા બાદ ન રમવાનો નિર્ણય લીધો છે. રિકવરી પર ધ્યાન આપશે ચોપરાએ પોતાની પોસ્ટમાં લખ્યું- આ નિરાશાજનક છે, ખાસ કરીને એટલા માટે કે મને લાગતું હતું કે હું મારી લય મેળવવાની નજીક છું. પરંતુ જેમ કહેવાય છે કે, અવરોધો સફરનો એક ભાગ હોય છે. હવે મારું ધ્યાન રિહેબિલિટેશન પર રહેશે. ઉતાવળમાં પાછા ફરવાને બદલે, સારી રીતે રિકવરી કરીને અને મજબૂત બનીને કમબેક કરવા માંગુ છું. નીરજ બે વખત એશિયન ગેમ્સનો ગોલ્ડ જીતી ચૂક્યો છે નીરજ ચોપરા બે વખત એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યો છે. તેણે 2018માં જકાર્તા અને 2023માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો ગયા મહિને ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ નીરજ પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી. જોકે, તે શ્રીલંકાના રુમેશ થરાંગાથી પાછળ રહી ગયો. રુમેશે 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો. નીરજ 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર જ જીતી શક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    फर्श से तेल कैसे साफ करें? आटा मिनटों में दूर करेगा चिपचिपाहट
    Next Article
    51 વર્ષની ક્રિકેટરે તોડ્યો 94 વર્ષ જૂનો રેકોર્ડ:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 વિકેટ લેનાર સૌથી વૃદ્ધ ખેલાડી બન્યાં હિક્સ; 40 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment