Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધનના દિવસે બનેવીને ચપ્પુના ઘા મારીને પતાવી દીધો:અમરાઈવાડીમાં ત્રણ સાળા મામા સાથે મળીને તૂટી પડ્યા, ચાર સામે ગુનો, બેની ધરપકડ

    6 hours ago

    અમદાવાદના અમરાઈવાડીમાં રક્ષાબંધનના દિવસે(28 ઓગસ્ટ)ત્રણ સાળાએ મામા સાથે મળીને બનેવીને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. જેમાં પત્ની રિસાઈને પિયર જતી રહેતા સમાધાન કરવા ગયા ત્યારે ઝઘડો થતા હુમલો કર્યો કર્યો હતો. આ અંગે અમરાઈવાડી પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી અને ફરાર બેની શોધખોળ શરૂ કરી છે. આ બધા ભેગા થઈને સ્વાતિના ઘરે ગયા હતા કઠવાડામાં રહેતા કરણ અહેરવાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના ભાઈ રણજીતના લગ્ન અમરાઈવાડીમાં રહેતી સ્વાતિ સાથે થયા હતા. ત્રણ મહિનાથી સ્વાતિ રિસાઈને પિયર અમરાઈવાડી રહેતી હતી. તેને લઈને રક્ષાબંધનના દિવસે રાત્રે કરણ, રણજીત, ભાઈ કમલ અને કૌટુંબિક મામા જસબીર જાટવ અને પિતરાઈ ભાઈ અમરજીત તથા કાકા સુરજભાઈ ભેગા થઈને સ્વાતિના ઘરે ગયા હતા. સગાઈની ના પાડતા મામલો બિચક્યો હતો ત્યાં સ્વાતિ, પિતા રવીશભાઈ, ભાઈ રજત, રચિત તથા સ્વાતિના મામા કરણ અને સરવીરનો પુત્ર ચંદન હાજર હતા. બાદમાં બધા સ્વાતિ રિસાઈને આવી હોવાથી તે બાબતે વાતચીત ચાલતી હતી. આ દરમ્યાન કરણની ભાભી સ્વાતિના સંબંધી સરવીરની પુત્રી સાથે અગાઉ સગાઈ નક્કી થઈ હતી. તે સગાઈની ના પાડતા સ્વાતિ રિસાઈને પિયર આવી ગઇ હતી. જે વાતને લઈને રવીશ, રજત, રચિત, કરણ જાટવ અને ચંદન ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યા હતા. 'હવે તને જાનથી મારી નાખવો છે' કહીને ચપ્પુના ઘા માર્યા જેથી બને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે કરણ, રણજીત સહિતના લોકો નીકળી ગયા હતા. બાદમાં તેઓ મેટ્રો પિલર પાસે પહોંચ્યા ત્યારે રચિત, રજત સહિત તમામે આવીને રોક્યા હતા. બાદમાં રજતે રણજીતને કહ્યું કે, 'હવે તને જાનથી મારી નાખવો છે' કહીને ચપ્પુના ઘા માર્યા હતા. જેથી ભાઈને બચાવવા કરણ, અમરજીત વચ્ચે પડતા તેમની પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો. બાદમાં બધા નાસી ગયા હતા. સારવારમાં મોત, 4 સામે ગુનો અને 2ની ધરપકડ જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત રણજીતને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે કરણ, રચિત, રજત ઉર્ફે અજ્જુ અને ચંદન સામે હત્યાનો ગુનો નોંધીને રચિત અને કરણની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીનો કાઠલો પકડીને હુમલો કર્યો:'મારા ભાઈને છરી મારી અને પોલીસ ચોકીમાં કોઈ ફરિયાદ લેતું નથી', શખ્સની ધરપકડ
    Next Article
    Gujarat Breaking News | 2 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment