Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેડતી બાબતે યુવક પર ચાર શખસનો જીવલેણ હુમલો:ચાવડીગેટ વિસ્તારમાં છરી-ધારિયા સાથે તૂટી પડ્યા, યુવકને ગંભીર ઈજા થતા અમદાવાદ રીફર કરાયો

    15 hours ago

    ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં ચામુંડા પાન પાર્લર પાસે અગાઉની છેડતીની અદાવતમાં એક યુવક પર ઘાતક હુમલો થયો હતો. 20 વર્ષીય પરબતભાઈ વિજયભાઈ સોલંકી પર કાનાભાઈ દેવજીભાઈ સોલંકી, તેમના ભત્રીજા બલુ, ધરમ અને એક અજાણ્યા શખ્સે એક્ટિવા પર આવીને લોખંડના ધારીયા તથા છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે નીલમબાગ પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચાર શખસોએ યુવક પર હુમલો કર્યો 20 વર્ષીય પરબતભાઈ પર આરોપીઓએ માથા, પીઠ અને પેટના ભાગે ધારિયા અને છરીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેમના હાથની નસ કપાઈ ગઈ હતી. આ દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલા તેમના માસીના દીકરા પર પણ હુમલો કરવામાં આવતા તેને ફ્રેક્ચર થયું હતું. યુવકને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો આ બનાવ પાછળ અગાઉ પરબતભાઈના દાદાની દીકરી સાથે આરોપીના સગા દ્વારા કરાયેલી અયોગ્ય હરકતોનો વિરોધ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પરબતભાઈને 108 મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી પ્રાથમિક ઓપરેશન બાદ તેમની નાજુક સ્થિતિને જોઈ વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન બનશે:મંત્રીના પ્રયાસોથી પ્રસ્તાવિત સ્થળનું અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
    Next Article
    Raj Kapoor's Bobby Made Subhash Ghai Avoid 'Stars', Says Small Actors Also Have 'Attitude' Now

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment