Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુમ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો:હાલોલની પોલિકેબ કંપનીમાં નોકરી કરતો હતો, શહેરાની મહિલાને વીજ કરંટ લાગ્યો

    15 hours ago

    પંચમહાલ જિલ્લામાં આજે બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. હાલોલ તાલુકામાં બે દિવસથી ગુમ થયેલા 21 વર્ષીય યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે, જ્યારે શહેરા તાલુકામાં ખુલ્લા વીજ વાયરને અડકી જતાં 45 વર્ષીય મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પ્રથમ ઘટના હાલોલની છે. સુલતાનપુરા ગામના 21 વર્ષીય રાઠવા શૈલેષભાઈ વેડસિંગ ગત 26 ઓગસ્ટથી ગુમ હતા. તેઓ હાલોલની પોલિકેબ કંપનીમાં નોકરી કરતા હતા. ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ હાલોલ પોલીસ મથકે જાણવાજોગ અરજી નોંધાવી હતી. દરમિયાન, રતનપુર કાંટડી કેનાલમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. તપાસ દરમિયાન આ મૃતદેહ ગુમ થયેલા શૈલેષભાઈનો હોવાનું સામે આવ્યું હતું. હાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મોતનું કારણ જાણવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બીજી ઘટના શહેરા તાલુકાના ધાંધલપુર ગામે બની છે. 45 વર્ષીય મુન્નીબેન નરવત પોતાના ઘરે ઘરકામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘરની ઓસરીમાંથી પસાર થઈ રહેલા ખુલ્લા વીજ વાયરને તેમનો હાથ અડી જતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેઓ નીચે પટકાયા હતા. ઘટના બનતા પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુન્નીબેનને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના પાળીયાદ રોડ પર ડામરકામ શરૂ:કોર્પોરેટર નીતિન સુતરીયાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું
    Next Article
    ભવનાથમાં ઘેડિયા કોળી સમાજની વાડીમાં બબાલ:મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલો કરી રજિસ્ટર ફાડી નાખ્યું, ઈજાગ્રસ્ત સિવિલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment