Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધને નારીશક્તિનો ડંકો:ગાંધીનગરમાં રક્ષાબંધને મફત ઈ-બસ સેવા મહિલાઓ માટે આશીર્વાદરૂપ નીવડી, ત્રણ હજારથી વધુ મહિલાઓએ લાભ લીધો

    10 hours ago

    ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મનાવતા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકાએ મહિલાઓની સુરક્ષા અને સુવિધાને કેન્દ્રમાં રાખીને ઈ-બસોમાં મફત પ્રવાસની ભેટ આપી હતી.આ પહેલથી બહેનો પોતાના ભાઈઓના ઘરે સમયસર અને આર્થિક બોજ વિના પહોંચી શકી હતી, જેના પરિણામે સવારથી લઈને મોડી સાંજ સુધીમાં ત્રણ હજારથી વધુ મહિલાઓએ આ સુવિધાનો લાભ લીધો હતો. 2254થી વધુ મહિલાઓએ વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો મહાનગરપાલિકાની આ લોકકલ્યાણકારી સરાહનીય પહેલને શહેરની નારીશક્તિ તરફથી અભૂતપૂર્વ અને ઉમળકાભેર પ્રતિસાદ સાંપડ્યો છે. તહેવારના દિવસે સવારથી જ શહેરના વિવિધ રૂટ પર દોડતી ઈ-બસોમાં મહિલા મુસાફરોની ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ઈ-બસ સેવા હેઠળ નોંધાયેલા કુલ 6381 મુસાફરોમાંથી 2254થી વધુ મહિલાઓએ વિનામૂલ્યે મુસાફરી કરીને આ યોજનાનો સીધો લાભ લીધો હતો. સ્થાનિકોએ સરકારના આ નિર્ણયને વધાવીને આભાર વ્યક્ત કર્યો એટલું જ નહીં મહિલાઓની સાથે પ્રવાસ કરી રહેલા 202 જેટલા નાના બાળકોને પણ તહેવાર નિમિત્તે આ મફત સાર્વજનિક પરિવહન સેવામાં સાંકળી લેવામાં આવ્યા હતા. તહેવારને લઈ મુસાફરોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને પરિવહન શાખા દ્વારા તમામ રૂટ પર બસોનું સંચાલન નિયમિત અને વ્યવસ્થિત રાખવામાં આવ્યું હતું. જેના કારણે નાગરિકોને બસ સ્ટેન્ડ પર લાંબી રાહ જોવી પડી નહોતી.મોડી સાંજ સુધી શહેરના તમામ મુખ્ય માર્ગો પર ઈ-બસો દોડતી રહી હોવાથી દિવસના અંતે મફત મુસાફરી કરનાર મહિલાઓ અને બાળકોનો એકંદર આંકડો 3000થી 3200 સુધી પહોંચવાનો અંદાજ સેવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આ પગલાથી માત્ર મહિલા સશક્તિકરણને જ બળ નથી મળ્યું પરંતુ તહેવારના દિવસે મહિલાઓની સુરક્ષિત મુસાફરી પણ સુનિશ્ચિત થઈ છે. સ્થાનિક રહીશો અને ગૃહિણીઓએ આ નિર્ણયને વધાવીને આભાર વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાએ આ તકે ખાતરી આપી હતી કે આગામી સમયમાં પણ પર્યાવરણનું જતન કરવા સાથે શહેરીજનોની સુખાકારી અને સુવિધાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મહાદેવને વિશેષ ચંદ્રદર્શન શણગાર કરાયો:શ્રાવણ માસમાં ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો, 'હર હર મહાદેવ'ના જયઘોષ ગૂંજ્યા
    Next Article
    યુવકને વીજપોલ સાથે બાંધી માર માર્યો:પ્રભાસ પાટણમાં ચોરીના આરોપસર સ્થાનિકોએ પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment