Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય સેના અમેરિકી જાવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલ ખરીદશે:સેકન્ડ્સમાં દુશ્મનના ટેન્ક તબાહ થશે; ટાર્ગેટને પોતે જ શોધી લેશે

    8 hours ago

    ભારતીય સેના અમેરિકા પાસેથી જેવલિન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ ખરીદી રહી છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે શુક્રવારે જણાવ્યું કે, તેને ખરીદવા માટે ભારતીય સેના દ્વારા લેટર ઓફ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ (LOA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેવલિન એક એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ છે. તેને સૈનિકો ખભા પરથી લોન્ચ કરી શકે છે અને તે બખ્તરબંધ વાહનો જેવા લક્ષ્યોને નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. એકવાર છોડ્યા પછી મિસાઈલ પોતે જ ટાર્ગેટને શોધી લે છે અને તેને હિટ કરે છે. ભારત કેટલા જેવલિન એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ ખરીદી રહ્યું છે અને આ સોદાની કુલ કિંમત કેટલી છે, તેની માહિતી હજુ સામે આવી નથી. જેવલિન મિસાઈલ સિસ્ટમ શું છે, કેવી રીતે કામ કરે છે, 5 સવાલ-જવાબ જેવલિન મિસાઈલ સિસ્ટમ શું છે, કેટલી રેન્જ છે? Javelin (FGM-148) અમેરિકામાં બનેલી એક મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમ છે. તેની મહત્તમ અસરકારક રેન્જ લગભગ 4 કિલોમીટર છે. જેવલિન કોણે બનાવી છે? જેવલિનને લોકહીડ માર્ટિન અને રિદિયોનના જોઈન્ટ વેન્ચર Javelin Joint Venture (JJV) દ્વારા વિકસાવવામાં આવી છે. બંને કંપનીઓ મળીને તેનું ઉત્પાદન કરે છે. તે કેવી રીતે કામ કરે છે? જેવલિનની સૌથી ખાસ ટેકનિક “ફાયર એન્ડ ફર્ગેટ” છે. એટલે કે લોન્ચ કરતા પહેલા સિસ્ટમ લક્ષ્યને ઓળખીને તેના પર લોક કરે છે અને મિસાઈલ છોડ્યા પછી તેને ઓપરેટરને સતત નિયંત્રિત કરવાની જરૂર નથી હોતી. મિસાઈલ પોતે જ લક્ષ્ય સુધી પહોંચે છે. તેમાં ઇન્ફ્રારેડ સીકર લાગેલું હોય છે, જેનાથી તે દિવસ-રાત અને અલગ-અલગ હવામાનમાં લક્ષ્યને ટ્રેક કરી શકે છે. જેવલિન ટોપ-એટેક મોડમાં લક્ષ્યની ઉપરથી હુમલો કરી શકે છે, જ્યાં ટેન્કનું કવચ સામાન્ય રીતે પ્રમાણમાં નબળું હોય છે. જરૂરિયાત મુજબ તે ડાયરેક્ટ-એટેક પણ કરી શકે છે. ભારતને કેટલી મિસાઈલ મળશે? અમેરિકી દસ્તાવેજ મુજબ, ભારતે 100 FGM-148 જેવલિન મિસાઈલ રાઉન્ડ, એક ફ્લાય-ટુ-બાય મિસાઈલ અને 25 લાઇટવેઇટ કમાન્ડ લોન્ચ યુનિટ (LwCLU) અથવા બ્લોક 1 કમાન્ડ લોન્ચ યુનિટની માંગણી કરી હતી. જોકે, અંતિમ સોદો કેટલા પર થયો છે, તેની માહિતી હજુ સામે આવી નથી. આ મિસાઈલ ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે? ભારત માટે જેવલિનનું મહત્વ મુખ્યત્વે એન્ટી-આર્મર ક્ષમતા વધારવામાં છે. ખાસ કરીને પહાડી અને સરહદી વિસ્તારોમાં નાના જૂથો માટે પોર્ટેબલ એન્ટી-ટેન્ક સિસ્ટમ ઉપયોગી થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મુનીર પાકિસ્તાનના સર્વેસર્વા બની ગયા:ભારત માટે ચેતવા જેવું, ટ્રમ્પને વ્હાલા થવા મારતે ઘોડે ઇરાન પહોંચ્યા, રાષ્ટ્રપતિએ તતડાવતા રાતોરાત ભાગવું પડ્યું
    Next Article
    સોમનાથ મહાદેવને વિશેષ ચંદ્રદર્શન શણગાર કરાયો:શ્રાવણ માસમાં ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો, 'હર હર મહાદેવ'ના જયઘોષ ગૂંજ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment