Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાંથી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઇ:જેતપુરથી કાચું તમાકુ લાવી પરફ્યુમ અને કેમિકલ મિક્સ કરતા, બે સગા ભાઈઓની ધરપકડ

    10 hours ago

    રાજકોટ શહેર SOG દ્વારા ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસે ગોડાઉનમાંથી ગોલ્ડ, બ્લેક, સિલ્વર તમાકુના પેકેટ, લાઈટ લીક્વીડ, પેરાફીન ઓઈલ, સુગંધિત દ્રવ્ય, બે ગ્રાઇન્ડર મશીન, કથ્થઈ કલરનો પાઉડર સહિત 1.72 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આરોપીઓ જેતપુરથી કાચું તમાકુ લાવી પરફ્યુમ અને કેમિકલ ભેળવી ઓરિજનલ તમાકુ તરીકે બજારમાં વેંચાણ કરતાં હતા. લાઈસન્સ કે આધાર પુરાવા વગર ડુપ્લીકેટ તમાકુ બનાવતા રાજકોટ શહેર SOG પીઆઇ એન.બી.ચૌધરી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હિરેન કાંતીલાલ સોનેજી તથા તેનો ભાઈ રાજુ કાંતીલાલ સોનેજી કુવાડવા રોડ લાતી પ્લોટ શેરી નંબર 11માં ચૌહાણ વાડી હિરેન પરફ્યુમરી વર્કસ નામના ગોડાઉનમાં ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરે છે તેમજ ગેરકાયદેસર સંગ્રહ કરી રાજકોટમાં છુટકમાં અલગ અલગ વેપારીઓને વેંચાણ કરે છે. SOG ટીમે દરોડો પાડી બંને ભાઈઓ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતના આધાર પુરાવા કે ફુડ અંગેના લાયસન્સ મેળવ્યા વગર પોતાના અંગત ફાયદા માટે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી વેંચાણ કરતા ધરપકડ કરી છે. ડુપ્લીકેટ તમાકુ સહિતનો મુદામાલ કબ્જે કર્યો પોલીસે ગોલ્ડ અને બ્લેક કલરના પ્લાસ્ટિકના 500 ગ્રામના તમાકુના પેકેટ, સિલ્વર કલરના પ્લાસ્ટિકના 200 અને 500 ગ્રામના તમાકુના પેકેટ, અલગ-અલગ સાઈઝની લાલ અને સફેદ કલરની ખાલી ડબ્બીઓ, આશરે 40 કિલો ખુલ્લી તમાકુ અને સિલ્વર વરખ ધરાવતી તમાકુ, 150 લીટર લાઈટ લીક્વીડ પેરાફીન ઓઈલ, સુગંધિત દ્રવ્ય પ્રવાહી ભરેલા એલ્યુમિનિયમના કેન, તમાકુ પેક કરવા માટેના બે ગ્રાઇન્ડર મશીન અને ઇલેક્ટ્રિક મોટર વાળા મશીનો, કથ્થઈ કલરનો પાઉડર અને હિરામોતી લખેલા પતરાના ખાલી ડબ્બા કબ્જે કરી ગેરકાયદેસર ફેક્ટરી સીલ કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વર્ષ 2022થી પાન મસાલાનો હોલસેલમાં ધંધો કરતા પોલીસ તપાસમાં બંને ભાઈઓ વર્ષ 2022થી પાન મસાલાનો હોલસેલમાં ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ છૂટક અને કાચું તમાકુ જેતપુરના ઈમ્તિયાઝ નામના શખ્સ પાસેથી લાવી તે તમાકુમા બાગબાન 135, 300 સહિતના તમાકુનો સ્વાદ લાવવા માટે અલગ અલગ પ્રકારના સુગંધિત દ્રવ્યો પરફ્યુમ છાંટી તેમને ઓરીજનલ તમાકુ બનાવતાં હતાં. જેતપુરમાંથી કાચું તમાકુ ₹400 માં કિલો ખરીદતા હતા આ ઉપરાંત બંને શખ્સો જેતપુરમાંથી ડુપ્લીકેટ અને કાચું તમાકુ 400 રૂપિયામાં કિલો ખરીદ કરતા હતા જે બાદ બંને શખ્સો અહીં ફેક્ટરીમાં સુગંધિત દ્રવ્યો તેમજ કેમિકલ ભેળવી ઓરીજનલ જેવો ટેસ્ટ આપી બજારમાં વેચાણ કરતા હતા. જેમાં તેઓ ઓરીજનલ તમાકુથી ઓછા ભાવે વહેંચી ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    માત્ર ધો.10, 12 પાસ 4 બોગસ ડોક્ટર ઝડપાયા:સુરતમાં આરોપીઓ 8, 10 અને 26 વર્ષથી ડિગ્રી ક્લિનિક ચલાવતા હતા, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ સહિતનો જથ્થો જપ્ત
    Next Article
    Google Is Changing How You Sign In to Android Apps

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment