Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાંથી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઇ:બે સગા ભાઈઓ જેતપુરથી કાચું તમાકુ લાવી પરફ્યુમ અને કેમીકલ ભેળવી ઓરિજનલ તમાકુ પ્રસ્થાપિત કરી બજારમાં વેંચાણ કરતાં'તાં

    19 hours ago

    રાજકોટ શહેર SOG દ્વારા ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન ગોડાઉનમાંથી ગોલ્ડ, બ્લેક, સિલ્વર તમાકુના પેકેટ, લાઈટ લીક્વીડ, પેરાફીન ઓઈલ, સુગંધિત દ્રવ્ય, બે ગ્રાઇન્ડર મશીન, કથ્થઈ કલરનો પાઉડર સહિત 1.72 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આરોપીઓ જેતપુરથી કાચું તમાકુ લાવી પરફ્યુમ અને કેમીકલ ભેળવી ઓરિજનલ તમાકુ પ્રસ્થાપિત કરી બજારમાં વેંચાણ કરતાં હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર SOG પીઆઇ એન.બી.ચૌધરી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હિરેન કાંતીલાલ સોનેજી તથા તેનો ભાઈ રાજુ કાંતીલાલ સોનેજી બન્ને ભાઈઓ કુવાડવા રોડ લાતી પ્લોટ શેરી નંબર 11માં ચૌહાણ વાડી હીરેન પરફ્યુમરી વર્કસ નામના ગોડાઉનમાં ડુપ્લીકેટ તમાકુનું ગેરકાયદેસર ઉત્પાદન કરે છે તેમજ ગેરકાયદેસર સંગ્રહ કરી રાજકોટમાં છુટકમાં અલગ અલગ વેપારીઓને વેંચાણ કરે છે જે બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડી હિરેન કાંતીલાલ સોનેજી અને રાજુ કાંતીલાલ સોનેજી પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતના આધાર પુરાવા કે ફુડ અંગેના લાયસન્સ મેળવ્યા વગર પોતાના અંગત ફાયદા માટે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી વેંચાણ કરતા બંનેની ધરપકડ કરી ડુપ્લીકેટ તમાકુ સહીત મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન ગોલ્ડ અને બ્લેક કલરના પ્લાસ્ટિકના 500 ગ્રામના તમાકુના પેકેટ, સિલ્વર કલરના પ્લાસ્ટિકના 200 અને 500 ગ્રામના તમાકુના પેકેટ, અલગ-અલગ સાઈઝની લાલ અને સફેદ કલરની ખાલી ડબ્બીઓ, આશરે 40 કિલો ખુલ્લી તમાકુ અને સિલ્વર વરખ ધરાવતી તમાકુ, 150 લીટર લાઈટ લીક્વીડ પેરાફીન ઓઈલ, સુગંધિત દ્રવ્ય પ્રવાહી ભરેલા એલ્યુમિનિયમના કેન, તમાકુ પેક કરવા માટેના બે ગ્રાઇન્ડર મશીન અને ઇલેક્ટ્રિક મોટર વાળા મશીનો, કથ્થઈ કલરનો પાઉડર અને હિરામોતી લખેલા પતરાના ખાલી ડબ્બા કબ્જે કરી ગેરકાયદેસર ફેક્ટરી સીલ કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બંને ભાઈઓ વર્ષ 2022થી પાન મસાલાનો હોલસેલમાં ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ છૂટક અને કાચું તમાકુ જેતપુરના ઈમ્તિયાઝ નામના શખ્સ પાસેથી લાવી તે તમાકુમા બાગબાન 135, 300 સહિતના તમાકુનો સ્વાદ લાવવા માટે અલગ અલગ પ્રકારના સુગંધિત દ્રવ્યો પરફ્યુમ છાંટી તેમને ઓરીજનલ તમાકુ બનાવતાં હતાં. આ ઉપરાંત બંને શખ્સો જેતપુરમાંથી ડુપ્લીકેટ અને કાચું તમાકુ 400 રૂપિયામાં કિલો ખરીદ કરતા હતા જે બાદ બંને શખ્સો અહીં ફેક્ટરીમાં સુગંધિત દ્રવ્યો તેમજ કેમિકલ ભેળવી ઓરીજનલ જેવો ટેસ્ટ આપી બજારમાં વેચાણ કરતા હતા. જેમાં તેઓ ઓરીજનલ તમાકુથી ઓછા ભાવે વહેંચી ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જેન્ડર ચેન્જ કર્યા પછી ક્રિકેટમાં એન્ટ્રી ન મળવી જોઈએ:સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર બોલી- આ બિલકુલ હાસ્યાસ્પદ; અનાયાને ઓસ્ટ્રેલિયાએ રમવાની મંજૂરી આપી
    Next Article
    પાલારા જેલમાં રક્ષાબંધનની ઉજવણી:બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી, લાગણીસભર દ્રશ્યો સર્જાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment