Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીના નામે દારૂબંધી પર ફેક ન્યૂઝ વાયરલ કરનાર ઝડપાયો:સોશિયલ મીડિયામાં ઝડપથી પ્રસિદ્ધિ મેળવવા આવી પોસ્ટ શેર કરી હોવાની કબૂલાત

    1 day ago

    રાજ્યમાં દારૂબંધીના મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામે સોશિયલ મીડિયા પર ખોટા નિવેદનો વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે. નવસારી સાયબર ક્રાઇમ પોલીસે 'katha_vistar' નામના ઇન્સ્ટાગ્રામ પેજના સંચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ ભ્રામક ન્યૂઝ પોસ્ટ કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. વાયરલ કરાયેલી પોસ્ટમાં ગૃહમંત્રીના હવાલાથી મનઘડંત લખાણો લખવામાં આવ્યા હતા. જેમાં દાવો કરાયો હતો કે, 'દારૂ મળે એટલે ફક્ત પોલીસ જ સસ્પેન્ડ નહીં, જ્યાં પણ દારૂની ભઠ્ઠી કે અડ્ડો મળે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને MLA ને પણ તરત સસ્પેન્ડ કરાશે.' વધુમાં, 'ગામમાં દારૂ વેચાય છે અને સરપંચને બધું ખબર છે, તો સરપંચ સામે તત્કાળ પગલાં ભરાશે અને સરપંચ સસ્પેન્ડ થશે' તેવા પણ ખોટા દાવા કરાયા હતા. ગત 26 ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ પર 'katha_vistar (Katha Vistar (Valsad, Navsari))' એકાઉન્ટ પરથી હર્ષ સંઘવી વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટા લખાણવાળી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ મામલે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઇ.ટી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. LCB અને ટેકનિકલ સેલ દ્વારા વૈજ્ઞાનિક પુરાવા અને ડિજિટલ ટ્રેસિંગના આધારે ગણદેવી તાલુકાના વણગામ-ખાપરવાડાના મહાદેવ ફળિયામાં રહેતા 35 વર્ષીય હાર્દિક રામજીભાઈ પટેલની ઓળખ મેળવી તેને દબોચી લેવાયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી હાર્દિક પટેલે કબૂલાત કરી હતી કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડમાં લોકોનું ધ્યાન ખેંચવા, વધુ ફોલોઅર્સ મેળવવા અને ઝડપથી પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી તેણે આ પ્રકારની બનાવટી પોસ્ટ શેર કરી હતી. પોલીસે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે સોંપ્યો છે. પકડાયેલ આરોપી હાર્દિક રામજી પટેલ, મહાદેવ ફળિયા, વણગામ - ખાપરવાડા, તા. ગણદેવી, જી. નવસારીનો રહેવાસી છે. તેની સામે અગાઉ બિલિમોરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા મોટર વ્હીકલ એક્ટ કલમ 185 (દારૂ પીને વાહન ચલાવવા) હેઠળ ગુનો નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા પોલીસવડાએ મેળાના આયોજકોને કડક સૂચનાઓ આપી:સાતમ-આઠમના લોકમેળામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા તાકીદ
    Next Article
    14 પાટીદાર સહિત નેપાળ પૂરમાં 18 ગુજરાતી ગુમ:USના 9, કેનેડા-ન્યૂઝીલેન્ડના 2-2 અને 1 કેનેડાના સિટિઝન સામેલ, બર્થ ડેના દિવસે જ અમદાવાદી ભાવિન રાવલ મિસિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment