Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેકટર કચેરીમાં આધાર કાર્ડ સેવા શરૂ થશે:રાજકોટમાં વહિવટી તંત્રની ઓફિસમાં જનસેવા કેન્દ્રમાં નવી સુવિધાથી લોકોને ફાયદો થશે

    1 day ago

    રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં હવે આધાર કાર્ડની સેવા શરૂ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સંભવતઃ શનિવારે અથવા તો આગામી સપ્તાહમાં આધાર કાર્ડની સેવા વિધીવત રીતે શરૂ કરી દેવામાં આવશે. જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની આ સેવાનું ઉદઘાટન કલેકટર ડો.ઓમ પ્રકાશના હસ્તે કરવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ જનસેવા કેન્દ્રમાં નાગરિકોને હાલ આવકના દાખલા, રેશનકાર્ડ, 7/12, 8/અના દાખલા ઈડબલ્યુએસના પ્રમાણપત્ર સહિતની સેવાઓ મળી રહી છે.આધાર કાર્ડની સેવાના અભાવે અરજદારોને જન સેવા કેન્દ્રના ધરમધકકા થતા હતા પરંતુ જીલ્લા કલેકટરે જનસેવા કેન્દ્રમાં આ સેવા નાગરિકોને ઉપલબ્ધ થાય તે માટે પુરતા પ્રયાસો કરેલ હતા જન સેવા કેન્દ્રમાં આધારકાર્ડની આ સેવા શરૂ થતા જ નાગરીકોની સુવિધામાં વધારો થશે. વોર્ડ નં.17 માં 98 આસામીઓને મચ્છર ઉત્પતિ સબબ નોટિસ અપાઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને “વન-ડે-વન-વોર્ડ” કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.17માં વાહક નિયંત્રણની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 14,204 ઘરની મુલાકાત લઇ 71,855 પાત્રો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 514 ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 175 બિન રહેણાંક એકમોની તપાસ કરવામાં આવી તથા મચ્છર ઉત્પતિ સબબ 98 આસામીઓને નોટીસ આ૫વામાં આવી છે. ફિવર સર્વે દરમ્યાન 56 વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવ્યા હતા. રાજકોટના યુવા કલાકાર જેનિસ બુધ્ધદેવની ટી સિરીઝમાં એન્ટ્રી આગામી તારીખ 31 ઓગસ્ટના રોજ ટી સિરીઝ ઓરીજીનલમાં ઓ દ્વારિકાવાળા સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે. આ સોંગ ડાયરેક્ટર રાજવિંદરસિંગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને જલ્પા દક્ષિણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ ભગવાનના આ સોંગનું શૂટિંગ એમની જ દ્વારિકા નગરીમાં થયું છે, અને મહત્વની વાતતો એ છેકે આ ધમાકેદાર સોંગમાં રાજકોટના યુવા કલાકાર જેનીસ બુધ્ધદેવ ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય ભૂમિકા માં જોવા મળસે, આ ક્ષણ રાજકોટ માટે ખૂબ ગૌરવની છે. જેનીસે 6 હિન્દી સિરિયલ અહિલ્યાબાઈ, મેરે સાઈ, વિઘ્નહર્તા ગણેશ, રાધા કૃષ્ણ અને ડૉ. બી. આર. આંબેડકર સહિત અનેક નામાંકિત સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત ધમણ મૂવીમાં પણ જેનિસએ મહત્વનો કિરદાર નિભાવ્યો હતો. શ્યામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત રાજકોટ શહેરના વોર્ડ નં. 1 નાં શ્યામનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રાજકોટ શહેરના શ્યામનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નિયત ગુણવત્તાસભર સેવાઓ માટે 94.85 ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. આ સિદ્ધિ રાજકોટ શહેરની આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને કાર્યક્ષમતાના ઉચ્ચ સ્તરને દર્શાવે છે. રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષકો ડો. સુશીલ દેશમુખ તેમજ ખુશ્બુબેન પંડ્યા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ચકાસણીમાં કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હર્ષિદા નમેરા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી અને સેવાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. શાળાકીય - એસોસિએશનની સ્પર્ધાના ખેલાડીઓ શિષ્યવૃતિ માટે તા.30 ડીસેમ્બર સુધી અરજી કરી શકશે ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા દર વર્ષે S.G.FI.(શાળાકીય) અને એસોસિએશનની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં જે ખેલાડી મેડલ મેળવે તેને શિષ્યવૃતિ અને જે ખેલાડી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લે તે ખેલાડીઓને વૃતિકા આપવામાં આવે છે. 2025- 26ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને ફરજિયાતપણે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ www.sportsauthority.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.30 ડિસેમ્બર સુધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃતિ રૂ.૨૫૦૦ તેમજ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા સ્વરૂપે રૂ.2000 પુરસ્કાર આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu NEET UG Counselling 2026: Round 1 Seat Allotment List Released, Check Details
    Next Article
    નેપાળ પૂરમાં 18 ગુજરાતી ગુમ:USના 9, કેનેડા-ન્યૂઝીલેન્ડના 2-2 અને 1 કેનેડાના સિટિઝન સામેલ, બર્થ ડેના દિવસે જ અમદાવાદી ભાવિન રાવલ ગુમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment