Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી હોસ્પિટલમાં દર્દીઓએ ડોકટરોને રાખડી બાંધી:રક્ષાબંધનની ઉજવણી કરી, સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી

    6 days ago

    સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પોતાના તબીબો અને તબીબી સ્ટાફને રાખડી બાંધી સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દર્દીઓએ સ્વયં આગળ આવીને ડૉક્ટરોને રાખડી બાંધી હતી. આ દ્રશ્ય હોસ્પિટલ પરિસરમાં માનવતા અને આત્મીયતાનો અનોખો સંગમ દર્શાવતું હતું, જેણે સમગ્ર વાતાવરણને કૌટુંબિક ભાવનાથી ભરી દીધું હતું. સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે, દર્દીઓએ તેમની સારવાર બદલ આભાર વ્યક્ત કરવા તબીબોને રાખડી બાંધવાની ઈચ્છા દર્શાવી હતી. દર્દીઓના આ પ્રેમ અને વિશ્વાસથી તબીબો પણ ભાવુક બન્યા હતા. ડૉ. પરમારે ઉમેર્યું હતું કે, રાખડીનો આ રેશમી દોરો દર્દીઓનો ડૉક્ટરો પ્રત્યેનો વિશ્વાસ, આદર અને સ્નેહ દર્શાવે છે. દરેક ડૉક્ટર પોતાના દર્દીને શ્રેષ્ઠ સારવાર આપી ઝડપથી સ્વસ્થ કરવાનો સતત પ્રયાસ કરે છે. દર્દીઓ તરફથી મળતી આવી સ્નેહપૂર્ણ લાગણી તબીબી સ્ટાફને વધુ નિષ્ઠા અને જવાબદારી સાથે સેવા કરવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે હોસ્પિટલ માત્ર સારવારનું કેન્દ્ર નહીં, પરંતુ દર્દીઓ અને તબીબો વચ્ચેના માનવીય સંબંધો, વિશ્વાસ અને સંવેદનાનું પવિત્ર સ્થળ બની હોવાનો અનુભવ થયો હતો. ડૉ. ચૈતન્ય પરમારે તમામ દર્દીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    વર્ષાબેન દોશીનું 17 વર્ષ જૂનું વૃક્ષ રક્ષાબંધન અભિયાન:અમદાવાદમાં વૃક્ષોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી
    Next Article
    રશિયા બ્રિટન પર અણુબોમ્બ ઝીંકવાની ફિરાકમાં?:પુતિન, જિનપિંગ અને ટ્રમ્પની ત્રિપુટીથી અંગ્રેજો ફફડ્યાં, લોકોને ઇમર્જન્સી માટે તૈયાર રહેવા સાવચેત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment