Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં મર્ડર કેસનો આરોપી એક વર્ષે ઝડપાયો:એલ.સી.બી.એ ગઠામણ પાટિયા પાસેથી ફરાર અશ્વિન પટેલને પકડ્યો

    1 day ago

    પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ ભરત ચૌધરી મર્ડર કેસમાં એક વર્ષથી ફરાર આરોપીને એલ.સી.બી. પાલનપુરે ઝડપી પાડ્યો છે. આ આરોપી એક વર્ષથી પોલીસથી બચી રહ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે એલ.સી.બી. દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ ટીમો આરોપીઓની સઘન શોધખોળ કરી રહી હતી. દરમિયાન, એલ.સી.બી. ટીમને મળેલી ગુપ્ત બાતમી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી મર્ડર કેસમાં એક વર્ષથી ફરાર આરોપી અશ્વિન ઉર્ફે રાજુ ભપ શંકરભાઈ પટેલ (ઉંમર 39, રહે. આનંદનગર સોસાયટી, પાલનપુર) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં BNSની કલમ 103(1), 109, 115(1), 189(2), 190, 191(2), 191(3), 324(4) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડગામ લોકકલ્યાણ સંસ્થામાં રક્ષાબંધનની ઉજવણી:35 દીકરીઓએ 90 ભાઈઓને રાખડી બાંધી
    Next Article
    પાટણના ખેડૂતોનો NH-68 બાયપાસ એલાઇનમેન્ટ સામે વિરોધ:નાયબ કલેક્ટરને આવેદનપત્ર, 3A નોટિફિકેશન રદ કરી તપાસની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment