Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ ચતુર્દશીએ રંગબેરંગી વસ્ત્રોનો શૃંગાર:ભક્તોને જીવનના સુખ-દુઃખમાં સ્થિરતાનો આધ્યાત્મિક સંદેશ

    22 hours ago

    પવિત્ર શ્રાવણ માસની સુદ ચતુર્દશીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને રંગબેરંગી વસ્ત્રોનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગારમાં વિવિધ રંગોના વસ્ત્રો, પીતાંબર, સુગંધિત પુષ્પો અને સુખડ-ચંદન જેવા દિવ્ય દ્રવ્યોનો ઉપયોગ થયો હતો, જેનાથી મહાદેવનું સ્વરૂપ અત્યંત મનોહર લાગી રહ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના વિવિધ શૃંગારના દર્શન કરવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. સુદ ચતુર્દશીના આ રંગબેરંગી વસ્ત્ર શૃંગારે પણ ભક્તોમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું. ભક્તોએ મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ શૃંગાર માત્ર દૃષ્ટિગોચર સૌંદર્ય પૂરતો સીમિત નથી, પરંતુ તેની સાથે એક ગહન આધ્યાત્મિક સંદેશ પણ જોડાયેલો છે. માનવજીવન પરિવર્તનશીલ છે, જેમાં સુખ-દુઃખ, આનંદ-સંઘર્ષ અને મુશ્કેલીઓ આવતી રહે છે. વિવિધ રંગોના વસ્ત્રોથી સુશોભિત મહાદેવ જાણે ભક્તોને જીવનના દરેક રંગને સમભાવથી સ્વીકારવાનો સંદેશ આપી રહ્યા હોય તેવો ભાવ વ્યક્ત થયો હતો.જે રીતે અનેક રંગો એકસાથે મળીને શૃંગારની સુંદરતા વધારે છે, તેવી જ રીતે જીવનના સુખ-દુઃખ, સફળતા-નિષ્ફળતા અને ઉતાર-ચઢાવ મનુષ્યના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. મુશ્કેલીઓમાંથી શીખ મેળવી આગળ વધવું અને સારા સમયમાં પણ વિનમ્રતા જાળવવી એ જીવનની સાચી સાધના છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, મનુષ્યએ વિચલિત થયા વિના પોતાના કર્તવ્યના માર્ગે અડગ રહેવું જોઈએ. મહાદેવ પર અતૂટ શ્રદ્ધા રાખી સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ વધનાર વ્યક્તિ જ જીવનના પડકારોને સફળતાપૂર્વક પાર કરી શકે છે.આ આધ્યાત્મિક અને જીવનપ્રેરક સંદેશ સાથે ભોળાનાથને રંગબેરંગી વસ્ત્રોથી સુશોભિત કરી વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના આ અદ્વિતીય શૃંગારના દર્શન કરી ભાવિકોએ 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી:લાલપર પાસે હાઈવેના ડિવાઈડરમાં ખુલ્લા અને ચાલુ વીજ વાયર, વાહનચાલક માટે જોખમ
    Next Article
    Prince Harry And Meghan Return To Britain With Children After Years In US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment