Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જાંબુડીયા ગામે ટ્રકની કેબિનમાં આગ:સિરામિક કારખાનાની સામે પાર્ક કરેલી ટ્રકમાં આગ, શોર્ટ સર્કિટની આશંકા

    15 hours ago

    મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે સિરામિક કારખાનાની સામે પાર્ક કરેલી ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ સમગ્ર કેબિન આગની ઝપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી ટ્રકની કેબિનમાં આગ લાગ્યાની જાણ સ્થાનિકો દ્વારા મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રકની કેબિન પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં કેબિનનો મોટાભાગનો હિસ્સો બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો. ડ્રાઇવર-ક્લીનર ટ્રકમાં ન હોવાથી જાનહાનિ ટળી આગ લાગી તે સમયે ટ્રકનો ડ્રાઇવર કે ક્લીનર કેબિનમાં હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તેમજ કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. જોકે, આગના કારણે ટ્રકની કેબિનને ભારે નુકસાન થયું છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    नेपाल में अचानक आए बाढ़ से बिहार में बढ़ा खतरा! घर छोड़ना पड़ रहा है तो इन चीजों को साथ ले जाना ना भूलें
    Next Article
    29-Year-Old Pacer To Replace Injured Jasprit Bumrah For Sri Lanka Tests? Report Makes Big Revelation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment