Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં પૂરની પરિસ્થિતિને પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર સજાગ:ટૂર ઓપરેટરોને પ્રવાસીઓની માહિતી ચકાસવા વહીવટીતંત્રની સૂચના

    19 hours ago

    નેપાળના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને ભોટે કોશી નદી વિસ્તારમાં, ભારે વરસાદને કારણે પૂર અને ફ્લેશ ફ્લડની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ટૂર ઓપરેટરોને પ્રવાસીઓની માહિતી ચકાસવા વહીવટીતંત્રની સૂચના નેપાળમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ નાગરિકોની ઝડપી માહિતી મેળવવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાના ટૂર ઓપરેટરોને સૂચના આપવામાં આવી છે. તેમણે નેપાળ મોકલેલા તમામ પ્રવાસીઓની વર્તમાન સ્થિતિ ચકાસીને અહેવાલ મેળવવા જણાવાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો અંગે કંટ્રોલરૂમ (DEOC) ને તાત્કાલિક જાણ કરવા અપીલ જો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિક કે પ્રવાસી જૂથ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલું હોય અથવા તેમની સાથે સંપર્ક ન થઈ રહ્યો હોય, તો ટૂર ઓપરેટરો તેમજ સંબંધિત પરિવારજનોને તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (DEOC)નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. કંટ્રોલરૂમ નંબર જાહેર, ગભરાયા વગર સંપર્ક કરવા તંત્રનો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા DEOC કંટ્રોલરૂમના નંબર ૦૨૭૫૨-૨૮૫૩૦૦ અને ૦૨૭૫૨-૨૮૩૪૦૦ જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને ગભરાયા વગર જરૂરી તમામ માહિતી તાત્કાલિક આ કંટ્રોલરૂમ સુધી પહોંચાડવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'મારે જીવવું છે, તમે મને મોત તરફ ના મોકલો...':સાસરિયાંના ત્રાસથી ડિલિવરી બોયનો આપઘાત, દર્દનાક સુસાઇડ નોટ મળતાં સાસુ-સાળા સામે ગુનો દાખલ
    Next Article
    વાસણા પોલીસ સ્ટેશનમાં મહિલાએ પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ:સાબરમતીમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સોની વેપારી કર્ણાટક ગયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment