Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેચ કરતી વખતે ડાઇવ મારી, સિરાજને પાંસળીમાં ખરાબ રીતે વાગ્યું:ગ્રાઉન્ડની બહાર લઈ જવો પડ્યો; શ્રીલંકાએ બીજી ઇનિંગમાં બે વિકેટ પણ ગુમાવી દીધી

    4 days ago

    કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાએ ફોલોઓન રમતા બીજી ઇનિંગ્સમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. ટીમનો સ્કોર 98/2 છે. આ પહેલા શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ 290 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના પછી ભારતે 213 રનની સરસાઈ મેળવીને ફોલોઓન આપ્યું. આજે મેચનો ચોથો દિવસ છે. બીજી ઇનિંગ્સમાં કામિલ મિશારા 32 રન બનાવીને રવીન્દ્ર જાડેજાનો શિકાર બન્યો, જ્યારે લાહિરુ ઉદારાને મોહમ્મદ સિરાજે 3 રન પર આઉટ કર્યો. મોહમ્મદ સિરાજને પસિન્દુ સૂરિયાબંડારાને પાંસળીમાં ઘણું વાગ્યું છે. તે શ્રીલંકન બેટરનો કેચ કરવા જતો હતો અને ડાઇવ મારવા ગયો, ત્યાં સીધો જમીન પર પછડાયો. આ પહેલા ભારત માટે પ્રથમ ઇનિંગ્સમાં પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે શ્રીલંકાના સોનલ દિનુષાએ 103 રનની શાનદાર સદીની ઇનિંગ્સ રમી. બે મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    ज्यादा तूल न दें, अदालत के बजाय आपस में सुलझाएं... हिजाब विवाद पर मायावती
    Next Article
    'ટૉક્સિક'માં સ્ટાઇલ, સ્ટારડમ અને એક્શનનો ઓવરડોઝ:ગૂંચવાયેલી વાર્તા માથાનો દુખાવો બની, યશનો ડબલ સ્વેગ પણ ફિલ્મની નાવડી ડૂબતાં બચાવી ન શક્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment