Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ નેતાની પુત્રવધૂનો આંતરવસ્ત્રોમાં સુસાઈડ નોટ છૂપાવી આપઘાત:'પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો હવે સહન થતા નથી', કડોદરામાં બે વર્ષમાં લગ્નજીવનનો કરુણ અંત

    एक दिन पहले

    સુરતના કડોદરામાં ભાજપમાં વગદાર નેતા શશીસિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતે પતિના લગ્નેત્તર સંબંધ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આપઘાત પહેલા નિધિ રાજપૂતે દોઢ પાનાની સુસાઇડ નોટ લખી હતી, જો કે તેના આપઘાત બાદ સાસરિયાઓ સુસાઇડ નોટનો નાશ ન કરે એ માટે નિધિ રાજપૂતે સુસાઇડ નોટ પોતાના આંતરવસ્ત્રોમાં છુપાવી દીધી હતી.આ સુસાઇડ નોટમાં નિધિ રાજપૂતે પતિના પ્રેમ અને પ્રેમ અને બેવફાઈની દર્દનાક કહાની લખી છે. 'સૌરભના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો હવે મારાથી સહન થતા નથી' પરિણીતા નિધિ રાજપૂતે આપઘાત પૂર્વે લખેલી દોઢ પાનાની સુસાઇડ નોટમાં તેના તૂટેલા દિલની આક્રંદ સ્પષ્ટ દેખાય છે. હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલા આ પત્રમાં નિધિએ પતિ સૌરભ પ્રત્યેના પોતાના બેહદ પ્રેમનો એકરાર કરતાં લખ્યું છે કે, "હું સૌરભને અનહદ પ્રેમ કરું છું અને તેના વિના જીવી શકતી નથી, પરંતુ તેના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો હવે મારાથી સહન થતા નથી." પતિના આ સંબંધોને કારણે અસહ્ય માનસિક યાતના ભોગવતી નિધિએ આખરે અંતિમ પગલું ભરી લીધું હતું. સાસરી પક્ષના રાજકીય પ્રભાવથી પુરાવો બચાવવા રચી અનોખી યુક્તિ નિધિ ખૂબ સારી રીતે જાણતી હતી કે તેની સાસુ ભાજપમાં મજબૂત પકડ ધરાવતા વગદાર પૂર્વ ઉપપ્રમુખ છે, જેથી આ સુસાઇડ નોટ જો સાસરીવાળાના હાથમાં આવશે તો તેનો નાશ થઈ જશે. આ ડરને કારણે તેણે જીવન ટૂંકાવતા પહેલાં ખૂબ જ સતર્કતા વાપરીને પોતાની આ દોઢ પાનાની ગુપ્ત ચિઠ્ઠી સાડી અને આંતરવસ્ત્રોમાં છુપાવી દીધી હતી, જેથી કોઈ પણ સંજોગોમાં તેની મોત પાછળનું અસલી કારણ દબાઈ ન જાય, અને જવાબદારો સામે કાર્યાવહી થાય. પોસ્ટમોર્ટમ ટેબલ પર પત્ર ખુલતાં જ પોલીસ પણ સ્તબ્ધ નિધિના આપઘાત બાદ જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તેના કપડાંમાંથી આ વિસ્ફોટક સુસાઇડ નોટ મળી આવી હતી. પરિણીતાએ છુપાવેલી આ ચિઠ્ઠી સામે આવતાં જ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ પત્ર હવે પોલીસ માટે સૌથી મોટો અને નક્કર પુરાવો બન્યો છે, જેના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસે પતિ સૌરભ સિંહ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા કાયદેસરની તજવીજ હાથ ધરી રહી છે. લગ્નના બે વર્ષમાં કરુણ અંત: પૂર્વ ઉપપ્રમુખના પુત્રવધૂનો આપઘાત સુરત જિલ્લાના કડોદરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કડોદરા-બારડોલી રોડ પર આવેલી ‘શ્રીનિવાસ ગ્રીન સિટી’ સોસાયટીમાં રહેતી નિધિ રાજપૂત નામની પરિણીતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. મૃતક નિધિના લગ્ન માત્ર બે વર્ષ અગાઉ કડોદરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શશી સિંઘના પુત્ર અને જીમ સંચાલક સૌરભ સિંહ સાથે થયા હતા. મૂળ બિહારના આ વગદાર પરિવારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પ્રેમ અને પીડા વચ્ચે લખાયેલી દોઢ પાનાની દર્દનાક છે. આપઘાત પહેલાં કૂતરા સાથે રમતી હતી, સાસુને ફોન કરીને કહ્યું- 'ગભરામણ થાય છે' મૂળ બિહારના અને શ્રીનિવાસમાં રહેતા 24 વર્ષીય નિધિ રાજપૂતે આપઘાત કરતાં પહેલાંનો ઘટનાક્રમ સામે આવ્યો છે. બનાવ સમયે પરિવારના અન્ય સભ્યો બહાર હતા, જેમાં પતિ સૌરભ જીમ પર, સસરા સંજયસિંઘ કંપનીમાં તથા સાસુ શશીસિંઘ અને નણંદ શાકભાજી લેવા ગયા હતા. આ દરમિયાન ઘરે એકલા રહેલા નિધિબેન ઘરના પાલતુ કૂતરા જોડે રમી રહ્યા હતા. થોડા સમય બાદ તેમણે પોતાના સાસુને ફોન કરીને કહ્યું હતું કે, "મને ગભરામણ જેવું થાય છે, યોગ્ય નથી લાગતું, તમે ઘરે આવી જજો." મેઈન ડોર લોક હતો, રૂમનો દરવાજો હેન્ડલથી આડો કરી ફાંસો ખાધો આપઘાત સમયે ઘર અને રૂમના દરવાજાની સ્થિતિ અંગે સામે આવેલી વિગત મુજબ, ઘરનો મેઈન ડોર લોક કરેલો હતો, જ્યારે અંદરના રૂમનું લોક તૂટેલું હોવાથી દરવાજો માત્ર હેન્ડલથી આડો કરેલો હતો. સાસુને ફોન કર્યા બાદ તેમણે રૂમમાં જઈ સાડી વડે સીલિંગ ફેન સાથે ગળે ફાંસો લગાવી લીધો હતો. પરિવારજનો તાત્કાલિક ઘરે પહોંચ્યા ત્યારે તેઓ લટકેલી હાલતમાં મળ્યા હતા અને હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તપાસ દરમિયાન તેમના આંતર કપડાંમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.
    Click here to Read More
    Previous Article
    Gold Holds Five-Day Gain As Oil Drop Eases Inflation Concerns
    Next Article
    સાબરકાંઠા કલેક્ટરે જિલ્લા સ્વાગતમાં 71 પ્રશ્નો ઉકેલ્યા:ગટર, દબાણ, પેન્શન, કચરાનો નિકાલ, પ્લોટ ફાળવણી સહિતના મુદ્દે 4 કલાક અરજદારોને સાંભળી ત્વરિત નિકાલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment