Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાઈને બિકીનીમાં રાખડી બાંધશો?':કંગના રનૌતે રક્ષાબંધનની જાહેરાત માટે ક્રિતી સેનનને આડેહાથ લીધી; ક્રિતીએ કહ્યું- 'સંસ્કૃતિ દિલમાં હોય છે, નેકલાઇનમાં નહીં'

    13 hours ago

    ક્રિતી સેનન તાજેતરમાં રક્ષાબંધન માટે બનેલી એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી હતી. જાહેરાતમાં તેણે ઇન્ડો-વેસ્ટર્ન કપડાં પહેર્યા હતા, જેમાં બ્રાલેટ જેવું બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટનો સમાવેશ થતો હતો. આ લુક અને પેટ ડોગને રાખડી બાંધવાને લઈને સોશિયલ મીડિયા પર ક્રિતીને ખૂબ ટ્રોલ કરવામાં આવી. અધુરામાં પૂરું આ વિવાદમાં ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે પણ વિવાદિત ટિપ્પણી કરી છે. જોકે, ક્રિતીએ પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. 'અંડરગાર્મેન્ટ્સમાં રાખડી બાંધશો?' કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું- 'મહિલા હોવા માટે આ શાનદાર સમય છે. આપણા કબાટ અનેક પ્રકારના કપડાંથી ભરેલા છે અને આજની મહિલા ગ્લોબલ મહિલા છે. કોકટેલ ડ્રેસથી લહેંગા ચોલી, જીન્સથી સાડી અને બિકીનીથી સલવાર-કમીઝ સુધી, આજે આપણી પાસે કપડાંના આટલા વિકલ્પો છે. તો પછી તમે તમારા ભાઈને બિકીની કે અન્ડરગાર્મેન્ટ્સમાં રાખડી શા માટે બાંધશો? તમારી પાસે સ્ટાઇલિંગના આટલા વિકલ્પો ક્યાં ગયા? હા હા, આ જાહેરાત જાણી જોઈને વિચિત્ર બનાવવામાં આવી હોય તેવું લાગે છે.' વિવાદ વકરતા ક્રિતીએ આખરે મૌન તોડ્યું. તેણે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું કે, 'તહેવારોનો સાચો અર્થ પહેરવેશમાં નહીં, પરંતુ પરંપરાઓ પ્રત્યેની ભાવનાઓમાં હોય છે.' આ સાથે જ તેણે મહિલાઓના કપડાં પર સવાલ ઉઠાવનારાઓને પણ સણસણતો જવાબ આપ્યો છે. 'સંસ્કૃતિ દિલમાં હોય છે, નેકલાઇનમાં નહીં' ક્રિતી સેનને પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'એથનિક ફેશનમાં સમયની સાથે બદલાવ આવ્યો છે, પરંતુ આજે પણ મહિલાઓના પોતાની સંસ્કૃતિ પ્રત્યેના સન્માનને ફક્ત તેમના કપડાંથી માપવામાં આવે છે.' એક્ટ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે, 'સમાજ મહિલાઓને શું પહેરવું જોઈએ, તે કહેવાનું ક્યારે બંધ કરશે? સંસ્કૃતિ અને પરંપરાઓ માણસના હૃદયમાં હોય છે, તેની નેકલાઇનમાં નહીં.' 'બહેન અને પેટ ડોગ્સને પણ બાંધુ છું રાખડી' રક્ષાબંધન પર વાત કરતા ક્રિતીએ કહ્યું કે, 'આ તહેવાર સુરક્ષા અને પ્રેમ સંબંધનું પ્રતીક છે.' તેણે જણાવ્યું કે, તે અને તેની બહેન નૂપુર સેનન એકબીજાને રાખડી બાંધે છે, કારણ કે તે બંને એકબીજાની સુરક્ષા કોઈ ભાઈથી ઓછી નથી કરતી. ક્રિતીએ આગળ લખ્યું કે, 'આ જ પ્રેમ પેટ ડોગ્સ માટે પણ છે, કારણ કે તે પણ તેના પરિવારનો જ એક ભાગ છે.' બ્રાલેટ બ્લાઉઝ પહેરીને રાખડી બાંધવા પર નારાજગી વ્યક્ત કરી જ્વેલરી બ્રાન્ડની આ જાહેરાતમાં ક્રિતી સેનને કેપ સાથે બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યું છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોએ તેના કપડાં પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું. યુઝર્સનું કહેવું છે કે, તહેવાર પ્રમાણે કપડાં પહેરવા એ સામાન્ય સમજદારીની વાત છે. વિવાદ વધવા દરમિયાન ઘણા યુઝર્સે આ મામલે ધર્મની સરખામણી પણ શરૂ કરી દીધી. લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે, શું ઈદ કે ક્રિસમસ જેવા અન્ય ધાર્મિક તહેવારોના વિજ્ઞાપનોમાં પણ આવા આધુનિક કપડાં સ્વીકારવામાં આવે છે? લોકોનું કહેવું હતું કે, ફક્ત હિંદુ તહેવારો અને પરંપરાઓને દર્શાવતી વખતે જ આવા પ્રયોગો શા માટે કરવામાં આવે છે. ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો આરોપ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ જાહેરાતને હિંદુ ધર્મ અને તહેવારો પ્રત્યે અસંવેદનશીલ ગણાવી. એક યુઝરે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, રક્ષાબંધનના પવિત્ર તહેવારના ખોટા નિરૂપણ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં એક્ટ્રેસ વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ. વિવાદ વધ્યા બાદ ક્રિતી સેનનના બચાવમાં પણ ઘણા લોકો આગળ આવ્યા છે. સપોર્ટ કરનારા યુઝર્સનું કહેવું છે કે, ક્રિતીનો આઉટફિટ કોઈપણ રીતે વાંધાજનક નથી અને લોકોએ બીજાના કપડાંનો જજ કરવાનું બંધ કરવું જોઈએ. 'કોકટેલ 2'માં જોવા મળી હતી ક્રિતી સેનન ક્રિતી સેનનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'કોકટેલ 2'માં જોવા મળી હતી. હોમી અડજાનિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિતી સાથે શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં હતા. કંગનાએ અભિજીત દીપકે પર કટાક્ષ કર્યો ક્રિતી ઉપરાંત, કંગનાએ ‘કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી)ના ફાઉન્ડર અભિજીત દીપકે પર કટાક્ષ કરતા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. આ રીલમાં પહેલા અભિજીત દીપકેને અંગ્રેજીમાં નિવેદન આપતા બતાવવામાં આવ્યો, ત્યારબાદ કંગના રનૌતની અંગ્રેજી બોલતી ક્લિપ બતાવવામાં આવી. વીડિયોના કેપ્શનમાં બંનેના અંગ્રેજી બોલવાના સ્તરની સરખામણી કરવામાં આવી. વીડિયોમાં લખ્યું હતું કે, 'એક તરફ 12મું પાસ કંગના છે, જ્યારે બીજી તરફ બોસ્ટન યુનિવર્સિટીમાંથી ભણેલા સીજેપી દીપકે છે.' વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, 'એકમાં આગ છે, જ્યારે બીજાને રીબૂટની જરૂર છે.' નોંધનીય છે કે, વીડિયોમાં કંગનાએ જણાવ્યું હતું કે કરિયરની શરૂઆતમાં અંગ્રેજીને લઈને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ‘કોફી વિથ કરણ’માં સોનમ કપૂરે તેની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું કે તેમ છતાં તેણે શાલીનતા અને આત્મવિશ્વાસ જાળવી રાખ્યો. …………. કંગના રનૌત સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… કંગના રનૌત રઘવાઈ થઈ!:ભાજપ સાંસદે કહ્યું- 'આશુતોષ રાણા, સોનુ સૂદ, તાપસી અને રાખી મારી સરખામણીમાં 1% પણ સફળ નથી, તેમનું જ્ઞાન નહીં સાંભળું' ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે ટીકાકારો પર નિશાન સાધ્યું. તેણે આશુતોષ રાણા, સોનુ સૂદ, રાખી સાવંત અને તાપસી પન્નુનું નામ લઈને કહ્યું કે, જો લોકો તેના જેવા એક ટકા પણ સફળ નથી થયા, તો તે તેમનું જ્ઞાન નહીં સાંભળે. કંગનાએ બાબા રામદેવ પર પણ મર્યાદા ઓળંગવાનો આરોપ લગાવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    देश में Credit Card से महीने का औसत खर्च पहुंचा 2 लाख करोड़ रुपये- RBI
    Next Article
    'દીકરીના મોઢા પર ત્રણ કોથળી બાંધેલી હતી':પિતાએ કહ્યું- 'પુત્રી કેનેડા જવાની તૈયારી કરતી, અંતિમ સંસ્કાર નહીં કરીએ', માંડવી મર્ડર વીથ લૂંટમાં હત્યારો પરિચિત હોવાની શંકા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment