Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે 'સ્વાગત' કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો સાંભળી:રખડતા પશુ, રસ્તા, વીજ કનેક્શન સહિતના પ્રશ્નોનો ત્વરિત નિકાલનો નિર્દેશ

    1 week ago

    જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટરે નાગરિકોની વિવિધ રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. તેમણે જનહિત સાથે સંકળાયેલા પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ‘સ્વાગત’ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. આમાં રખડતા પશુઓની સમસ્યા, ગાંગેથાથી સરસ્વતી સીમશાળાને જોડતા રસ્તાની સ્થિતિ, ગ્રામ્ય સ્તરે ૧૯૬૨ હેલ્પલાઈન કાર્યરત કરવા, અકસ્માત વીમાની રકમ મેળવવા, વીજ કનેક્શન મેળવવામાં પડતી મુશ્કેલી અને વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ 'નાગરિક પ્રથમ' અભિગમ અપનાવી અરજદારોની હાજરીમાં અધિકારીઓ પાસેથી દરેક રજૂઆત અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે પ્રશ્નોના ઉકેલમાં આવતી મુશ્કેલીઓની સમીક્ષા કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમજ અરજીઓનો ત્વરિત નિકાલ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘સ્વાગત’ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું અસરકારક રીતે નિવારણ કરવાનો છે. તેથી, રજૂ થયેલી ફરિયાદો માત્ર કાગળ પર ન રહે, પરંતુ તેના પરિણામલક્ષી ઉકેલ માટે સંલગ્ન વિભાગોએ સમયબદ્ધ કામગીરી કરવી જરૂરી છે. જનહિતલક્ષી પ્રશ્નોના ઝડપી નિવારણ માટે વિભાગો વચ્ચે સંકલન જાળવવા પણ તેમણે સૂચના આપી હતી. આ ઉપરાંત, કલેક્ટરે નાગરિકહિતલક્ષી સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારની સૂચના અનુસાર યુનિવર્સલ એફિડેવિટનો સરળતાથી અમલ કરવા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. તેમણે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે પ્રક્રિયા સરળ બનાવવાની દિશામાં કામગીરી કરવા પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારીઓ કે.આર. પરમાર અને જે.વી. કાકડિયા, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં શાયોના વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પોલીસને રાખડી બાંધી:ટાઉન પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ
    Next Article
    પંચમહાલમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બાકી:અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કલેક્ટરને આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment