Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુત્રાપાડા પંથકમાં શંકાસ્પદ લાકડાંની હેરાફેરી ઝડપાઈ:વન વિભાગે કોડીનારથી પ્રભાસપાટણ તરફ જતી બોલેરોને લાકડાંના જથ્થા સાથે જપ્ત કરી

    15 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં રાત્રિના સમયે શંકાસ્પદ લાકડાંની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. સુત્રાપાડા-કોડીનાર રોડ પર રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહેલી વન વિભાગની ટીમે લાકડાંનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી બોલેરો પીકઅપ વાન નંબર GJ-32-T-2443ને અટકાવી તપાસ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વાહનમાં મોટા પ્રમાણમાં લાકડાંનો જથ્થો વન વિભાગની ટીમે શંકાસ્પદ જણાતી બોલેરો પીકઅપ વાનને રોકી તપાસ કરતાં તેમાં મોટા પ્રમાણમાં લાકડાં ભરેલા હોવાનું જણાયું હતું. પ્રાથમિક પૂછપરછ દરમિયાન વાહનચાલકે આ લાકડાં કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભરીને પ્રભાસપાટણ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જરૂરી આધાર-પુરાવા રજૂ ન કરતાં બોલેરો અને લાકડાંનો જથ્થો સિઝ લાકડાં કયા સ્થળેથી કાપવામાં આવ્યા હતા, તેની કાપણી કાયદેસર રીતે કરવામાં આવી હતી કે કેમ તેમજ તેના પરિવહન માટે જરૂરી પરવાનગી અને આધાર-પુરાવા અંગે વન વિભાગે પૂછપરછ કરી હતી. જોકે, વાહનચાલક આ અંગેના જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો. જેના પગલે વન વિભાગે લાકડાંનો જથ્થો શંકાસ્પદ ગણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રાપાડા રાઉન્ડ ફોરેસ્ટર એન.એન. છેલાણા દ્વારા શંકાસ્પદ લાકડાંના જથ્થા સાથે બોલેરો પીકઅપ વાનને સિઝ કરવામાં આવી છે. વન વિભાગે હવે જપ્ત કરાયેલા લાકડાંનો જથ્થો કયા વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરી પાછળ કોણ સંકળાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. વાહનના માલિકને પણ બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વેરાવળ GIDCમાં લાકડાંના વપરાશ વચ્ચે તપાસ મહત્વપૂર્ણ વેરાવળ GIDC વિસ્તારમાં કાર્યરત કેટલાક બોઈલર પ્લાન્ટોમાં મોટા પ્રમાણમાં લાકડાંનો ઉપયોગ થતો હોવાની ચર્ચા વચ્ચે સુત્રાપાડા વિસ્તારમાંથી ઝડપાયેલો આ શંકાસ્પદ જથ્થો તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે. વિસ્તારમાં ગેરકાયદે લાકડાંના પરિવહન અને વેચાણ અંગેની ફરિયાદો પણ સમયાંતરે સામે આવતી રહી છે. લાકડાંના પુરવઠાના સમગ્ર નેટવર્કની તપાસની માંગ લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, કોડીનારથી પ્રભાસપાટણ અને વેરાવળ GIDC સુધી લાકડાંના પુરવઠાની કડી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગેરકાયદે લાકડાંની કાપણી, હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા સંભવિત નેટવર્કની કડીઓ બહાર આવી શકે છે. જોકે, આ અંગેની વાસ્તવિક હકીકત વન વિભાગની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ વન વિભાગે વાહન અને લાકડાંનો જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા લાકડાંનો ચોક્કસ સ્ત્રોત શું છે અને તેની હેરાફેરી પાછળ કોઈ મોટું નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે અંગેની હકીકત તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    પીકઅપ ડાલાની સખત ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીનીનું મોત:ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, મહેસાણા-વિસનગર હાઈવે પર દેલા પાસેનો બનાવ
    Next Article
    ફ્રાન્સમાં 117 કિમી પ્રતિ કલાકની ઝડપે ટોર્નેડો આવ્યો:41 લોકો ઘાયલ, 300 ઘરોને નુકસાન, છત ઉડી ગઈ; ટ્રેન-રોડ અને હવાઈ સેવાઓ પર પણ અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment