Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈદ-એ-મિલાદ પૂર્વે બીલીમોરામાં શાંતિ સમિતિની બેઠક:નગરપાલિકા પ્રમુખ, ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    18 hours ago

    આગામી ઈદ-એ-મિલાદના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો હતો. આ બેઠકમાં બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ પટેલ, ઉપપ્રમુખ તેજલબેન જોશી, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ટેલર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના સિનિયર સદસ્ય મલંગભાઈ કોલિયા, હનીફભાઈ તાજ, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પંકજભાઈ મોદી, ભાજપના અગ્રણી પીચીભાઈ લબાના, કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઈ પટેલ અને જલારામ માનવ સેવા ટ્રસ્ટના કનૈયાલાલ વર્મા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બીલીમોરા શહેરમાં હંમેશાં તમામ તહેવારો હર્ષોલ્લાસ અને કોમી એકતા સાથે ઉજવવાની પરંપરા રહી છે. આ પરંપરા જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એ. એસ. સરવૈયાએ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન વાહનચાલકો અને નાગરિકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાસુએ કહ્યું- 'તું મરી કેમ નથી જતી':ત્રાસથી કંટાળી બ્યુટી પાર્લર સંચાલિકાએ ફિનાઈલ પીધું, પતિ અને સાસુ સામે ગુનો દાખલ
    Next Article
    જામનગરમાં સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઈ:કાશી વિશ્વનાથ યુવક મંડળ દ્વારા સતત પાંચ વર્ષેથી આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment