Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવદચરણ સ્વામીએ આણંદમાં શિવ પૂજન કર્યું:ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા

    8 hours ago

    પવિત્ર શ્રાવણ માસના સોમવારે, ૨૪ ઓગસ્ટના રોજ, આણંદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતભગવદચરણ સ્વામીએ આણંદના પ્રસિદ્ધ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પૂજન કર્યું હતું. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન શંકરનું ભક્તિભાવપૂર્વક પૂજન-વંદન કર્યું. આણંદ મંદિરમાં મંગળા આરતી બાદ, ભગવદચરણ સ્વામી ઓમકારેશ્વર મંદિરે પધાર્યા હતા. તેમણે ગર્ભગૃહમાં બિરાજમાન શિવલિંગ પર કેસર જળ અને દૂધનો અભિષેક કર્યો. ત્યારબાદ શિવલિંગને ચંદનઅર્ચા કરી, બિલીપત્ર અને પુષ્પ અર્પણ કર્યા. અંતે આરતી અને અર્ધ્ય અર્પણ કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પૂજન વિધિમાં સાળંગપુરથી પધારેલા પૂજ્ય વેદાંતપ્રિય સ્વામી, આણંદ મંદિરના સંતો ઋષિજીવન સ્વામી, નિર્દોષસેવા સ્વામી અને અન્ય હરિભક્તો પણ જોડાયા હતા. ઓમકારેશ્વર મંદિરના પૂજારી અને વ્યવસ્થાપકોએ સંતોનું સ્વાગત કરી મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી ગ્રંથમાં શ્રાવણ માસમાં શ્રી શંકર ભગવાનનું પૂજન કરવાની આજ્ઞા કરી છે. તેવી જ રીતે, મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે લખેલ 'સત્સંગ દીક્ષા ગ્રંથ'માં પણ શ્રી શંકર ભગવાનનું પૂજન કરવાની આજ્ઞા છે. ભગવદચરણ સ્વામી ઓમકારેશ્વર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી છે અને ત્યારથી દર વર્ષે શ્રાવણ માસમાં તેઓ આ મંદિરમાં શ્રી શંકર ભગવાનનું પૂજન કરવા અચૂક આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઈજા પછી રિષભ પંત બેટિંગ કરવા ઉતર્યો:દિવસની શરૂઆતમાં જ સારાંશ જૈન આઉટ; ધ્રુવ જુરેલ સાથે પંત ક્રિઝ પર
    Next Article
    Bobby Deol Begins Shooting For Aashram Season 4

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment