Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમમાં પાગલ પરીણિતાએ પતિ અને બાળકો છોડ્યા:પ્રેમીએ રાખવાનો ઇનકાર કરી દીધો, પ્રેમીએ પ્રેમિકા પાસેથી રૂપિયા પણ પડાવ્યા, રાત્રે એકલી પડેલી રાત્રે એકલી પડેલી મહિલા અભયમની ટીમની સમજાવટથી ઘરે પરત ફરી

    9 hours ago

    વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમના નામે ચાલતા સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો હતો. પાંચ વર્ષથી પાડોશના ગામમાં રહેતા પરીણિત યુવક સાથે સંબંધમાં રહેલી બે બાળકોની માતા પતિ સાથેના ઝઘડા બાદ ઘર છોડીને પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. જોકે, જે વ્યક્તિ માટે મહિલાએ પતિ અને બાળકોનો સાથ છોડ્યો હતો, એ જ વ્યક્તિએ મહિલાને પોતાના ઘરે રાખવાનો ઇનકાર કરી દીધો હતો. અંતે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમજાવટ અને કાઉન્સિલિંગથી મહિલાને પોતાની ભૂલનો અહેસાસ કરાવી પતિના ઘરે પરત મોકલી પરિવારને વિખેરાતો બચાવ્યો હતો. પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાને 5 વર્ષથી બાજુના ગામમાં રહેતા એક પરીણિત વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. બંનેને સંતાનો હોવા છતાં આ સંબંધ આગળ વધ્યો હતો. પ્રેમી વારંવાર મહિલા પાસેથી પૈસાની માંગણી કરતો હતો અને પ્રેમમાં પડેલી મહિલા તેના ઇરાદા સમજી શકી નહોતી અને તેને પૈસા આપતી હતી. આ દરમિયાન મહિલાના પતિને આ સંબંધની જાણ થતાં ઘરમાં કંકાશ થયો હતો. આ ઘટનાથી વ્યથિત મહિલા રાત્રિના સમયે પતિનું ઘર છોડીને પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. પરંતુ મહિલાને પોતાના ઘરે આવેલી જોઈ પ્રેમીએ તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો. એક સમયે જે વ્યક્તિ માટે મહિલા પોતાનું ઘર-પરિવાર છોડીને નીકળી હતી. તે જ વ્યક્તિએ સાથ ન આપતા મહિલા મુશ્કેલીમાં મુકાઈ હતી. મહિલાએ મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે મહિલાની વાત શાંતિપૂર્વક સાંભળી અને તેને સમજાવ્યું હતું કે, જે વ્યક્તિ માટે તેણે પતિ અને બાળકોને છોડ્યા છે, તે વ્યક્તિ જ તેને સ્વીકારવા તૈયાર નથી. જો ખરેખર પ્રેમ હોત તો મુશ્કેલીની ઘડીએ તેને એકલી છોડીને ન ભાગી જાય, તેવી સમજ આપી હતી. અભયમ ટીમે મહિલાને પોતાના બે બાળકોના ભવિષ્ય વિશે વિચારવા તેમજ પરિવાર તૂટવાથી બાળકો પર પડનારી અસર અંગે સમજાવી હતી. લાંબા સમય સુધી કરાયેલા કાઉન્સિલિંગ બાદ મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેણે પતિ પાસે પરત જવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ અભયમ ટીમ મહિલાને તેના પતિના ઘરે લઈ ગઈ હતી. પતિ સાથે પણ કાઉન્સિલિંગ કરી મહિલાને એક તક આપવા સમજાવવામાં આવ્યું હતું. ટીમની સમજાવટ બાદ પતિએ પત્નીને સાથે રાખવા સંમતિ દર્શાવી હતી. આમ, 181 અભયમની ટીમની સમયસરની મદદ અને કાઉન્સિલિંગના કારણે એક પરિવાર વિખેરાતો અટક્યો હતો અને બે બાળકોને માતા-પિતાથી અલગ થવાની સ્થિતિમાંથી બચાવવામાં આવ્યા હતા. આભયમની આ કામગીરીની સ્થાનિક ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પંજાબ- ઓનલાઈન કટ્ટરપંથી બન્યો, ઘરે બોમ્બ બનાવ્યો:NIA તપાસમાં ખુલાસો, યુવક આતંકવાદી મસૂદ અઝહરના ભાષણો સાંભળતો હતો; હવે UAPAનો કેસ ચાલશે
    Next Article
    iPhone Ultra Reportedly Impresses Early Users With Its Pocket-Friendly Design and Foldable Display

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment