Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગણેશજીની ઝલક જોવામાં મચી અફરાતફરી:રસ્તા પર ચંપલો જ ચંપલો, ધક્કામૂકીમાં અનેકને ગભરામણ, બાળકને ભેંટી માતા રડી પડી; પોલીસ-આયોજકો નિષ્ફળ

    12 hours ago

    સુરતમાં ગણેશ ચતુર્થીના દોઢ મહિના પહેલાંથી જ શ્રીજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. 23 ઓગસ્ટની રાતે શહેરના ઘોડદોડ રોડ પરના રામચોક ખાતે "સરકાર" ગ્રુપના ગણેશજીની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા. જોકે, આયોજકો અને સ્થાનિક પોલીસ દ્વારા ભીડ નિયંત્રણ કરવાની વ્યવસ્થાઓ સાવ નિષ્ફળ સાબિત થઈ હતી, જેના પગલે પગ મૂકવાની પણ જગ્યા ન રહેતાં પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. ભીડમાં છોટું પડેલું બાળક મળતા માતા ભેંટીને રડી પડી હતી. ​ધક્કામૂકીમાં મહિલાઓ દબાઈ, ગભરામણથી અફરાતફરી શ્રીજીના આગમન દરમિયાન અચાનક અનિયંત્રિત ભીડ વધતાં ભારે ધક્કામૂકીના દૃશ્યો સર્જાયા હતા. આ અંધાધૂંધીમાં મહિલાઓ પણ ભીડમાં દબાઈ ગઈ હતી અને ઘણા ભક્તોને શ્વાસ લેવામાં તકલીફ તથા ગભરામણ થવા લાગી હતી. માહોલ એટલો બગડ્યો હતો કે લોકોમાં નાસભાગ જેવી સ્થિતિ ઊભી થતાં રસ્તાઓ પર ચારેતરફ ચપ્પલો અને જૂતાંના ઢગલા જોવા મળ્યા હતા, જેના વીડિયો પણ સામે આવ્યો છે. ​ટ્રાફિકજામ અને પોકેટમારોનો બેફામ ત્રાસ આ સમગ્ર અરાજકતા વચ્ચે એક તરફ વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, તો બીજી તરફ અસામાજિક તત્ત્વો સક્રિય થઈ ગયા હતા. ભીડ અને અફરાતફરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને પોકેટમારો અને તસ્કરોએ અનેક લોકોના કિંમતી મોબાઈલ તથા પર્સ સેરવી લીધા હતા. ખિસ્સાકાતરુઓના આ ત્રાસ અને કથળેલી વ્યવસ્થાના કારણે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ ભારે રોષ સાથે ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. આયોજકનું નિવેદન અફરાતફરી થવા અંગે આયોજક તપનસિંહ રાજપૂતે જણાવ્યું કે, દર વર્ષે આયોજન થાય છે, પરંતુ આ વર્ષે અપેક્ષા કરતાં વધુ ગણેશ ભક્તો આવી ગયા હતા. અમારા વોલેન્ટિયર્સ સ્થળ પર હાજર હતા અને અમે ભીડને નિયંત્રિત કરવાની કામગીરી કરી હતી. ક-બે જગ્યાએ ભીડ વધારે હતીઃ પોલીસ તંત્રની કામગીરી ઉમરા પીઆઈ એમ. જે. ચૌધરીએ કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો ગણેશજીના દર્શન કરવા માટે આવ્યા હતા. લોકોને વ્યવસ્થિત કરવા અને ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રિત કરવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. એક-બે જગ્યાએ ભીડ વધારે હતી, ત્યાં પણ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 9ની ગુજરાતી વિષયની બુકના એક પેજમાં 16 ભૂલ!:પ્રોફેસરોએ પેજ વાઈઝ ભૂલો બતાવી, 2017માં જ ભોપાળું છતું કર્યું તો પણ 10 વર્ષ સુધી ભૂલ ન સુધારી
    Next Article
    સેન્સેક્સમાં 200 અંકથી વધુનો ઉછાળો:77,750 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક વધ્યો; બેંકિંગ અને IT શેરોમાં વધુ ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment