Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' એક્ટર મોહસીને સગાઈ કરી:મંગેતર તમન્ના સાથે તસવીરો શેર કરી; કહ્યું- પહેલી નજરમાં લાગ્યું કે જીવનસાથી મળી ગઈ

    17 hours ago

    ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં કાર્તિકનું પાત્ર ભજવી ચૂકેલા અભિનેતા મોહસિન ખાને સગાઈ કરી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની મંગેતર તમન્ના સાથે તસવીરો શેર કરીને આ વાતની જાહેરાત કરી. સગાઈ દરમિયાન મોહસિન કાળા રંગના કોટ-પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે તમન્નાએ લાલ રંગનો ગાઉન પહેર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને મોહસિને જણાવ્યું કે પહેલીવાર મળતા જ તેને અહેસાસ થઈ ગયો હતો કે તમન્ના જ તેની જીવનસાથી છે. સોશિયલ મીડિયા પર શેર કરી સગાઈની તસવીરો મોહસિન ખાને ઇન્સ્ટાગ્રામ પર સગાઈની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં બંને એકબીજાની સગાઈની વીંટી બતાવતા જોવા મળી રહ્યા છે. અન્ય એક તસવીરમાં મોહસિન અને તમન્ના એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા છે, જ્યારે તેમની આસપાસ હાજર સંબંધીઓ તેમના પર નોટો ઉડાવતા જોવા મળી રહ્યા છે. મોહસિનની મંગેતર તમન્ના વિશે હાલમાં વધુ માહિતી સામે આવી નથી. જુઓ સગાઈની તસવીરો… પહેલી મુલાકાતમાં લાગ્યું કે જીવનસાથી મળી ગઈ તેમની પોસ્ટમાં મોહસીન ખાને તમન્ના માટે એક મેસેજ લખ્યો. તેમણે લખ્યું કે તમન્ના એક અત્યંત સુંદર, આત્મવિશ્વાસુ અને હસમુખી વ્યક્તિ છે, જેમને અલ્લાહેે તેમના માટે પસંદ કર્યા છે. મોહસીને પહેલી મુલાકાતને યાદ કરતા લખ્યું કે જ્યારે તેમણે પહેલીવાર તમન્નાનો હાથ પકડ્યો હતો અને તેમણે ગીત ગાયું હતું, ત્યારે જ તેમને લાગ્યું કે તેમની શોધ પૂરી થઈ ગઈ છે અને નસીબમાં બંનેનું મળવું નક્કી હતું. મંગેતરની મનપસંદ ફિલ્મનો ડાયલોગ લખ્યો મોહસિને પોતાની પોસ્ટના અંતમાં મંગેતરની મનપસંદ ફિલ્મની એક લાઇન પણ શેર કરી. તેણે લખ્યું, "મોહબ્બત શું હોય છે તે તો હું નથી જાણતો, પણ તેના માટે દિલથી દુઆ જરૂર નીકળે છે કે તેની આંખોમાં ક્યારેય આંસુ ન આવે. તે હંમેશા હસતી રહે." તેણે કહ્યું કે તેઓ બંને મળીને પ્રેમ, મિત્રતા અને યાદોથી ભરેલી પોતાની નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મેચ દરમિયાન પોર્ટુગીઝ ફૂટબોલર ક્યુવિન કાસ્ટ્રોનું મૃત્યુ:મેદાન પર પડ્યા, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા; ઇંગ્લેન્ડમાં પણ રમી ચૂક્યા હતા
    Next Article
    ખાંડના ભાવ વધતા હવે ચાની ચુસકી મોંઘી પડશે:કટિંગ ચાના ભાવમાં રૂ.5ના વધારાની તૈયારી, ખાંડના ભાવમાં એક મહિનામાં જ 25 રૂપિયાનો વધારો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment