Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મા અર્બુદા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન:મહાઆહુતિ સાથે ધાર્મિક મહોત્સવની પૂર્ણાહુતિ

    12 hours ago

    પાટણમાં ચૌધરી સમાજ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ‘મા અર્બુદા પ્રાણ પ્રતિષ્ઠા અને દિવ્ય જ્યોત મહોત્સવ’નો આજે અંતિમ દિવસ હતો. આ પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. મહોત્સવના આ પાવન પ્રસંગે પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે આચાર્યશ્રીના વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધાન સાથે મા અર્બુદાની દિવ્ય મૂર્તિની વિધિવત્ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સાથે મંદિરના નવનિર્મિત શિખર, ધજાદંડ અને છત્રનું સ્થાપન પણ સંપન્ન થયું. સમગ્ર મંડપમાં સાધુ-સંતો અને ભૂદેવોના દિવ્ય મંત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પાવન પ્રસંગે શ્રી રામ આશ્રમ, નજુપુરાના પરમ પૂજ્ય બટુકબાપુએ ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા. મંગલાચરણ અને જયઘોષ સાથે પોતાના સંબોધનમાં બટુકબાપુએ જણાવ્યું કે, "સૌપ્રથમ ભૂદેવોના ચરણોમાં વંદન અને જેમને આ યજ્ઞમાં પોતાની આહુતિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેવા સૌ યજમાન પરિવાર અને ભક્તોને મારા વંદન અને જય સીતારામ. આપણે ત્યાં વૈદિક કાળથી જ યજ્ઞનું ખૂબ મહત્વ રહ્યું છે. અનેક ઋષિ-મુનિઓ યજ્ઞ દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા. આપણા 24 અવતારોમાં પણ યજ્ઞની રક્ષા માટે ભગવાને અવતાર લીધા છે અને 'યજ્ઞ નારાયણ' પોતે પણ એક અવતાર ગણાય છે. યજ્ઞ એવું અનુષ્ઠાન છે જેનાથી પ્રકૃતિ, સમાજ અને વ્યક્તિગત રીતે સૌને કલ્યાણ થાય છે. ‘સ્વાહા’નો અર્થ જ એ છે કે જ્યાં બધું જ પોતાનું હોમી દેવામાં આવે, તે જ સાચો યજ્ઞ છે; વાહ-વાહ થાય તે યજ્ઞ નથી. આજે જ્યારે આ યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે આપણે આપણામાં રહેલા નકારાત્મક વિચારો, દુર્ગુણો અને કિલુષિત વિચારોની આહુતિ આપીને જીવનની એક નવી શરૂઆત કરીએ. મા ભગવતી સૌ પર કૃપા બનાવી રાખે અને સૌને સુખ, સમૃદ્ધિ તેમજ સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે એ જ આશીર્વાદ." પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયા બાદ માતાજીના દિવ્ય રૂપની ભવ્ય આરતી ઉતારવામાં આવી. ઉપસ્થિત હજારો ભક્તોએ મા અર્બુદાને થાળ ધરાવી દર્શન તેમજ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પૂર્ણાહુતિ યજ્ઞમાં મહા આહુતિ આપવા માટે સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવે સમગ્ર સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કૃતિના જતન માટે નવચેતનાનો સંચાર કર્યો. આ દિવ્ય મહોત્સવથી પાટણવાડા વિસ્તારમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર હાઇવે પર ટ્રેલરની ટક્કરથી આધેડનું મોત:પૂરઝડપે દોડતા ટ્રેલરે રાહદારી અને ઇકોને ટક્કર મારી
    Next Article
    "100th Batch Of Prerana": Participants Share Their Experience

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment