Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર સ્ટેશને ચાલુ મેમુમાં ચઢતા મુસાફર પટકાયો:અસારવાથી ખેડબ્રહ્મા જતી ટ્રેન રોકાતા અમદાવાદના ચમનપુરાનો મુસાફર સુરક્ષિત બેસી

    7 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે એક મુસાફર ચાલુ મેમુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા પ્લેટફોર્મ પર પટકાયો હતો. જોકે, ટ્રેન રોકાઈ જતાં મુસાફર સુરક્ષિત રહ્યો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના અસારવાથી ખેડબ્રહ્મા જતી મેમુ ટ્રેનમાં બની હતી. ટ્રેન હિંમતનગર સ્ટેશન પર બે મિનિટના રોકાણ બાદ ઉપડી રહી હતી ત્યારે અમદાવાદના ચમનપુરાનો એક યુવાન મુસાફર દોડતો ટ્રેનમાં ચઢવા ગયો હતો. ટ્રેનની ગતિ વધતા તે પ્લેટફોર્મ નંબર 1 પર પટકાયો હતો. આ જોઈને ટ્રેન રોકવામાં આવી હતી અને સ્ટેશન પર હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા. મુસાફરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તે ફરીથી ટ્રેનમાં બેસી ગયો હતો. ત્યારબાદ મેમુ ટ્રેન ખેડબ્રહ્મા તરફ રવાના થઈ હતી. રેલવે પ્લેટફોર્મ પર GRP અને RPF દ્વારા મુસાફરોને ચાલુ ટ્રેનમાં ચઢવા કે ઉતરવા સામે ચેતવણી આપવામાં આવે છે, છતાં આવા કિસ્સાઓ બનતા રહે છે. અન્ય એક રેલવે સમાચાર મુજબ, ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) દ્વારા ખાતીપુરા-અસારવા-ખાતીપુરા ટ્રેનના કોચમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર 12981/12982 ખાતીપુરા-અસારવા-ખાતીપુરામાં કોચની નવી વ્યવસ્થા ખાતીપુરાથી 18 નવેમ્બર, 2026 થી અને અસારવાથી 19 નવેમ્બર, 2026 થી લાગુ પડશે. NWR દ્વારા આ માહિતી X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવી છે. આ ટ્રેનમાં હવે કુલ 22 કોચ હશે, જેમાં 01 ફર્સ્ટ AC, 02 સેકન્ડ AC, 05 થર્ડ AC, 02 થર્ડ AC ઇકોનોમી, 06 સ્લીપર ક્લાસ, 04 જનરલ ક્લાસ અને 02 પાવરકાર ડબ્બાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા અને અમારી વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ:કેનેડિયન PMએ ટ્રમ્પના ટેરિફને હુમલો ગણાવ્યો, US પર જવાબી ટેરિફ લગાવવાની જાહેરાત કરી
    Next Article
    एंटी करप्शन ने लेखपाल को रिश्वत लेते पकड़ा तो लेखपाल बैठे धरने पर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment