Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરમુંડા પોલીસે સાયબર ફ્રોડના આરોપીને ઝડપ્યો:ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ બેંક એકાઉન્ટ આપનાર પકડાયો

    6 days ago

    કુકરમુંડા પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અભિયાન હેઠળ સાયબર ફ્રોડના ગુનાઓમાં વપરાતા બેંક એકાઉન્ટ્સ પૂરા પાડનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી કમિશનના બદલામાં સાયબર છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે પોતાનું બેંક એકાઉન્ટ આપતો હતો. આ ઘટના 20 નવેમ્બર, 2025 ના રોજ બની હતી. ફરિયાદી અને તેમના પરિચિતોને અજાણ્યા મોબાઈલ નંબર 7888062561 પરથી પ્લમ્બિંગ કામની લાલચ આપવામાં આવી હતી. આ રીતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹61,000/- ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી. છેતરપિંડી કરાયેલી આ રકમ વિજય ભૂપતભાઈ નકુમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ અંગે કુકરમુંડા પોલીસ મથકે BNS અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈ અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી ઊંડાણપૂર્વકની તપાસના આધારે, વોન્ટેડ આરોપી વિજય ભૂપતભાઈ નકુમને ઝડપી લેવામાં આવ્યો છે. તેની ઉંમર 40 વર્ષ છે અને તે સુરેન્દ્રનગરના રતનપર જોરાવર નગર, શેરી નંબર 17/34, બસ સ્ટોપ પાસે રહે છે. આ કેસમાં શકીલ યુસુફ અગવાન અને સિરાજ નામના અન્ય બે આરોપીઓ હજુ વોન્ટેડ છે, જેમને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ-ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, 130 ફૂટ દૂર યુવક ઢળીપડ્યો:સુરતમાં લારીવાળાના હાર્ટથી 5 ઇંચ નીચે ગોળી ઘૂસીને આરપાર થઈ, 66 ફૂટ દૂરથી મળી
    Next Article
    સફેદ પરિંદે ગરબાનું લોચિંગ, 16-17 ઓક્ટોબરે યોજાશે:આ વર્ષે પાસની કિંમત રૂ.7,500થી સ્ટાર્ટ, ફૂડ-મસાજની સાથે રિટર્ન ગિફ્ટ મળશે; જગ્યા-આર્ટિસ્ટની જાહેરાત બે દિવસમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment