Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમે લોકો પાગલ કરી દો છો':કરીના કપૂરે પ્રેગ્નન્સીની અફવાઓ પર પહેલી વખત આપ્યું રિએક્શન, ફૂલેલા પેટની તસવીર શેર કરી

    6 days ago

    કરીના કપૂર ખાને તેની પ્રેગ્નન્સીની અફવાઓ પર મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો. કરીનાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેકઅપ આર્ટિસ્ટ મિતેશ રજાનીની એક તસવીર શેર કરી, જેમાં તે પોતાનું ફૂલેલું પેટ બતાવી રહ્યા છે. પોસ્ટના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન..!’નું ગીત ‘ચોકલેટ લાઇમ જ્યુસ’ વાગી રહ્યું હતું અને તેની સાથે હસવાના અને પિઝાના ઇમોજી લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ પરથી એવું લાગ્યું કે કેટલાક લોકોએ જેને બેબી બમ્પ સમજ્યો હતો, તે ખરેખર ‘ફૂડ બેબી’ એટલે કે ખાવાને કારણે નીકળેલું પેટ હોઈ શકે છે. પોસ્ટની સાથે 'હટ ના બે' કેપ્શન પણ લખેલું હતું. અફવાઓ પછી પહેલીવાર મુંબઈમાં જોવા મળી પ્રેગ્નન્સીની અટકળો શરૂ થયા પછી કરીના શનિવારે પહેલીવાર મુંબઈમાં બહાર નીકળી. તે પીળા શર્ટ અને કાળા પેન્ટમાં એક જગ્યાએથી બહાર આવતી દેખાઈ. પેપરાઝીએ તેમને ઘેરી લીધા. આ દરમિયાન કરીનાને મજાકિયા અંદાજમાં કહેતા સાંભળવામાં આવી, “પાગલ કરી દો છો તમે લોકો.” કરીનાની પ્રેગ્નન્સીની અફવાઓ શુક્રવારે શરૂ થઈ હતી, જ્યારે કરીનાનો મુંબઈના એક જીમમાંથી બહાર નીકળતો વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં કરીના કપૂર પોતાની કાર તરફ જતી દેખાઈ. તેમની સાથે તેમની ટીમના કેટલાક સભ્યો પણ ચાલી રહ્યા હતા. એક જગ્યાએ ટીમનો એક સભ્ય કરીનાની સામે છત્રી ધરી દે છે, જેથી પેપરાઝી તેમને બરાબર જોઈ શકતા નથી. વીડિયોમાં તેમનો લુક અને કેમેરાથી બચાવવાના પ્રયાસો જોઈને સોશિયલ મીડિયા પર તેમની પ્રેગ્નન્સીને લઈને ચર્ચા શરૂ થઈ. કરીનાનો વીડિયો સામે આવ્યા બાદ ઘણા ફેન્સે કમેન્ટ સેક્શનમાં સવાલો કર્યા. એક વ્યક્તિએ લખ્યું, “એક ક્ષણ માટે મને લાગ્યું કે આ તેમનું ત્રીજું બાળક છે.” બીજાએ પૂછ્યું, “શું તે પ્રેગ્નન્ટ છે?” એક અન્ય કમેન્ટમાં લખવામાં આવ્યું, “લાગે છે કે બેબી બમ્પ છે યાર.” બીજી તરફ, સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાયા બાદ કરીનાની ટીમે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કરીના પ્રેગ્નન્ટ નથી. જણાવી દઈએ કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પહેલાથી જ બે પુત્રોના માતા-પિતા છે. તેમના પુત્રો તૈમૂર 9 વર્ષનો અને જેહ અલી ખાન 5 વર્ષનો છે. સબાએ પણ કરીનાની પ્રેગ્નન્સીની અફવાઓને નકારી કાઢી શનિવારે કરીનાની નણંદ સબા અલી ખાન પટૌડીએ ઇન્સ્ટાગ્રામ પર કરીના કપૂરની તસવીર શેર કરીને લખ્યું, “કોઈ ખરાબ એંગલ હોઈ શકે છે, પરંતુ લોકો તરત જ આટલી મોટી વાત કેવી રીતે માની શકે છે? તે એરપોર્ટ પરથી બિલકુલ સ્ટાઇલિશ, ક્લાસી અને સ્લિમ દેખાઈ રહી હતી અને આજે જીમમાંથી બહાર નીકળી છે. બસ આટલી જ વાત છે.” તેમણે આગળ લખ્યું, “હું મારી બહેન (સોહા અલી ખાન) ને બીજા બાળક માટે મનાવતી રહી છું... કાશ આ સાચું હોત! આ કહેવા માટે તે મને મારી નાખશે! મિત્રો, જીવવા દો. કેટલીક વાતો ખાનગી રહેવા દેવી જોઈએ. કોઈ પણ પ્રકારની અટકળો લગાવવાની જરૂર નથી. પ્રેમ અને સન્માન સાથે.” પરિવાર વધારવા પર કરીનાએ શું કહ્યું હતું કરીનાએ આ પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં ફેમિલી પ્લાનિંગ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું, “સૈફે દરેક દાયકામાં એક બાળક કર્યું છે - વીસની ઉંમરમાં, ત્રીસની ઉંમરમાં, ચાલીસની ઉંમરમાં અને હવે પચાસની ઉંમરમાં. મેં તેમને કહ્યું છે કે સાઠની ઉંમરમાં આવું નહીં થાય.” કરીનાએ આગળ કહ્યું હતું, “મને લાગે છે કે સૈફ જેવો ખુલ્લા વિચારોવાળો માણસ જ અલગ-અલગ ઉંમરના ચાર બાળકોનો પિતા હોઈ શકે છે. તે બધાને પોતાનો સમય આપે છે.” તેમણે કહ્યું હતું, “હવે જેહ સાથે અમે તેને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે નક્કી કર્યું છે કે જ્યારે તે કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હશે, ત્યારે હું તે જ સમયે ફિલ્મમાં કામ ન કરવાનો પ્રયાસ કરીશ અને તેનાથી વિપરીત પણ આવું જ થશે.” સૈફ અલી ખાન, અમૃતા સિંહ સાથેના તેમના અગાઉના લગ્નથી સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનના પણ પિતા છે. કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ સિંઘમ અગેન (2024) માં જોવા મળ્યા હતા. જ્યારે તે ટૂંક સમયમાં મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ દાયરામાં જોવા મળશે. દાયરામાં કરીના એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. …………… કરીના સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… 45 વર્ષીય કરીના કપૂર ખાન ત્રીજીવાર પ્રેગ્નેન્ટ?:એક્ટ્રેસનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો મધપૂડો છંછેડાયો, ટીમે કર્યો ખુલાસો બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનનો તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસની ત્રીજી પ્રેગ્નેન્સી અંગે અટકળો લગાવવા લાગ્યા હતા. ચર્ચાનો મધપૂડો એટલો છંછેડાયો કે એક્ટ્રેસની ટીમે આ અંગે સ્પષ્ટતા કરવી પડી. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Bhavnagar Hooch Tragedy Update | દારૂકાંડમાં વધુ એક યુવાનનું મોત થતા મૃત્યુઆંક 13 થયો| News18
    Next Article
    પોલીસ-ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, 130 ફૂટ દૂર યુવક ઢળીપડ્યો:સુરતમાં લારીવાળાના હાર્ટથી 5 ઇંચ નીચે ગોળી ઘૂસીને આરપાર થઈ, 66 ફૂટ દૂરથી મળી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment