Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી, એન્ડોસ્કોપી કેમેરાથી પેપર લીક કરી નાખ્યું, રાહુલ બોલ્યા- મનુસ્મૃતિમાં મહિલાઓ પરિવારની સંપત્તિ

    21 hours ago

    નમસ્તે, ગઇકાલના મોટા સમાચાર શરદી-ખાંસીની દવાઓ પરના પ્રતિબંધને લઈને રહ્યા. બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું, દેશની દીકરીઓનું આઝાદ હોવું જરૂરી છે. મોર્નિંગ બ્રીફમાં આગળ તમને ગુજરાતના મોટા સમાચાર પણ જણાવીશું… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભારત-શ્રીલંકા વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ કોલંબોમાં રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ બોલ્યા- મહિલાઓ વિરુદ્ધ 3 પ્રકારની હિંસા:પહેલી- જન્મ થતા જ હત્યા, બીજી- શારીરિક અત્યાચાર, ત્રીજી- આર્થિક બંધનો રાહુલ ગાંધીએ શનિવારે ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં કહ્યું કે દેશની દીકરીઓનું આઝાદ થવું જરૂરી છે. પિતા, પતિ અને પુત્ર સાથે તમારો સંબંધ છે, પરંતુ તમારી ઓળખ તેમનાથી નથી. તેમણે કહ્યું, ‘આજે હું રાજકારણની વાત કરવા નથી આવ્યો. આજે હું તમને તક આપીશ. આજે તમે બોલો, તમે શું વિચારો છો, શું ઈચ્છો છો. અમે તમારા વિચારો તમારી સાથે જ શેર કરીશું. તેના પર ચર્ચા કરીશું.’ આ કાર્યક્રમમાં માત્ર વિદ્યાર્થિનીઓ જ ભાગ લઈ રહી છે. તેમણે રાહુલ-રાહુલના નારા લગાવ્યા. પોલીસે આ કાર્યક્રમ માટે 30 શરતો સાથે પરવાનગી આપી છે. આ પહેલા તેમણે 17 જૂને કોટામાં, 17 જુલાઈએ દેહરાદૂનમાં અને 8 ઓગસ્ટે પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલે પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. શરદી-ખાંસીની બે દવાઓનું કોમ્બિનેશન બાળકો માટે પ્રતિબંધિત:4 વર્ષથી નાના બાળકોને જોખમ, પેકેટ પર ચેતવણી લખવી જરૂરી કેન્દ્ર સરકારે ચાર વર્ષથી નાના બાળકો માટે શરદી-ખાંસીની દવાને લઈને શનિવારે આદેશ જાહેર કર્યો છે. સરકારના મતે, ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડના કોમ્બિનેશનથી બનતી તમામ દવાઓ ચાર વર્ષથી નાના બાળકોને ન આપવી જોઈએ. સરકારે દવા કંપનીઓને આ દવાઓના પેકેટ, અંદરની માહિતી અને પ્રચાર સામગ્રી પર સ્પષ્ટ ચેતવણી લખવાનો આદેશ આપ્યો છે, જેથી નાના બાળકોને તેના ઉપયોગથી થતા સંભવિત જોખમથી બચાવી શકાય. દવાના પેકેટ પર લખવું પડશે કે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ. સરકારે એક્સપર્ટ કમિટી અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB)ની ભલામણ બાદ આ નિર્ણય લીધો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'મારું કામ લાઇક્સ-વ્યૂઝ જોવાનું નથી, ટ્રોફી જીતવાનું છે':'રોહિત-વિરાટ વગરની ટીમ ઇન્ડિયા, આ બદલાવનો સમય', ટ્રોલર્સને ગંભીરનો જડબાતોડ જવાબ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ટેસ્ટ ટીમના તાજેતરના પ્રદર્શન પર થઈ રહેલી ટીકાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમનું કામ રેન્કિંગ કે સોશિયલ મીડિયાના લાઇક્સ-વ્યૂઝ જોવાનું નથી, પરંતુ ટીમને ટ્રોફી જીતાડવાનું છે. શ્રીલંકા સામે બીજી ટેસ્ટ પહેલાં કોલંબોમાં ગંભીરે કહ્યું કે ભારત ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ નથી કરી રહ્યું. ટીમ બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભારતે ગૉલમાં પ્રથમ ટેસ્ટ 165 રનથી જીતી હતી. બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ભારતની ટેસ્ટ ટીમમાં છેલ્લા કેટલાક સમયમાં મોટા ફેરફારો થયા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. ત્યારબાદ ટીમમાં નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ જ સમયગાળામાં ભારતને ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણાની શ્રેણીમાં હાર મળી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સીલબંધ કવરમાં એન્ડોસ્કોપી કેમેરા નાખીને પેપર લીક કર્યું:₹11 હજારમાં વિદ્યાર્થીઓને વેચ્યા, છત્તીસગઢના પ્રોફેસર સહિત 6ની ધરપકડ છત્તીસગઢના દુર્ગમાં પ્રોફેસરે એન્ડોસ્કોપી કેમેરાથી સ્કેન કરીને પેપર લીક કર્યું. પેપર સીલબંધ કવરમાં રાખેલું હતું. પ્રોફેસરે તેમાં સોય વડે છિદ્ર કર્યું, પછી એન્ડોસ્કોપી કેમેરાને કવરમાં બનેલા નાના છિદ્રમાંથી અંદર નાખીને પેપર સ્કેન કરી લીધું. આ પછી, કન્ટેન્ટને હાથથી લખીને વિદ્યાર્થીઓને 11-11 હજાર રૂપિયામાં વેચી દીધું. પોલીસે પ્રોફેસર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય (IGKV)ના B.Sc. કૃષિ પ્રથમ વર્ષના પ્લાન્ટ પેથોલોજી અને બીજા વર્ષના બીજા સેમેસ્ટરના કીટશાસ્ત્રનું પેપર લીક થયું છે. 7 ઓગસ્ટે B.Sc. કૃષિ પ્રથમ વર્ષની પ્લાન્ટ પેથોલોજી અને 20 ઓગસ્ટે બીજા વર્ષની કીટશાસ્ત્રની પરીક્ષા હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. Gen-Zની ભાષા સમજવા ભાજપની નવી ટીમ:સંઘવી-સ્મૃતિ સહિતના સિનિયર નેતા યુવાનો સાથે વાઇબ મેચ કરશે; કોંગ્રેસના સંપૂર્ણ વંદે માતરમ્ ન ગાવા સામે પ્રસ્તાવ ભાજપે જેન-ઝી એટલે કે યુવા મતદારો સાથે જોડાવા માટે એક ખાસ ટીમ બનાવી છે. તેમાં ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓપી ચૌધરીનો સમાવેશ થાય છે. પાર્ટી આના દ્વારા યુવાનોની વિચારસરણી, સમસ્યાઓ અને અપેક્ષાઓ સમજવા માટે તેમની સાથે સીધો સંવાદ કરશે. તે જ સમયે, દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં શનિવારે નીતિન નબીનની અધ્યક્ષતામાં 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમની પ્રથમ બેઠક યોજાઈ હતી. તેમાં વંદે માતરમને લઈને કોંગ્રેસના નિર્ણય વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. ભાજપે કોંગ્રેસના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતના ફક્ત બે પંક્તિઓ ગાવાના નિર્ણયની નિંદા કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 3 સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી:અમદાવાદમાં ઝાપટાં પડવાની શક્યતા, સિઝનનો 4 ટકા ઓછો વરસાદ નોંધાયો હાલમાં કોઈ ભારે વરસાદ લાવનારી સિસ્ટમ ગુજરાતની આસપાસ સક્રિય ન હોવાથી 7 દિવસ રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. અત્યારે લો પ્રેશર એરિયા હજુ પણ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશની આસપાસ બનેલું છે અને મોનસૂન ટ્રફ અમૃતસરથી થઈને આ લો પ્રેશર વિસ્તાર તરફ જઈ રહી છે. આ ઉપરાંત, ગુજરાતના જમીની વિસ્તાર પર દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાશે. 1 જૂનથી 22 ઓગસ્ટ સુધીના વરસાદના આંકડા જોઈએ તો, સમગ્ર રાજ્યમાં 511.8 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 534.4 મિમીની સરખામણીએ 4% ઓછો છે. ગુજરાત રિજનમાં 789.5 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 699.9 મિમી કરતાં 13% વધુ છે. સૌરાષ્ટ્ર-કચ્છ રિજનમાં 291.8 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 402.6 મિમીની સરખામણીએ 28%ની અછત દર્શાવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમેરિકામાં દીકરીની નજર સામે પાટીદાર પિતાની હત્યા:બુકાનીધારીએ સ્ટોરમાં લૂંટ ચલાવી ગોળીઓ વરસાવી, મહેસાણાના વેપારીએ એક સપ્તાહ પહેલા સ્ટોર શરૂ કર્યો'તો અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં સાત દિવસ પહેલા સ્ટોરની શરૂઆત કરનાર પાટીદાર વેપારીની લૂંટના ઈરાદે હત્યા નિપજાવવામાં આવી. સુરેશ પટેલ તેના 19 વર્ષીય પુત્રી સાથે ગુરુવારે રાત્રે 9 વાગ્યે સ્ટોર પર હાજર હતા ત્યારે એક બુકાનીધારી લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો. સુરેશ પટેલે પ્રતિકાર કરવાના બદલે લૂંટ કરવા દીધી. પરંતુ, લૂંટારુએ પરત જતી સમયે ગોળીઓ વરસાવતા સુરેશ પટેલનું દીકરીની નજર સામે જ મોત નિપજ્યું. સુરેશ પટેલના વતન આખજમાં જ્યારે ભાસ્કર પહોંચ્યું ત્યારે ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો. પરિવારજનોએ કહ્યું કે, મોટાભાગના પરિજનો અમેરિકા રહેતા હોવાથી અંતિમવિધિ ત્યાંજ કરવામાં આવશે. મહત્વનું છે કે, અમેરિકામાં છેલ્લા સવા વર્ષ દરમિયાન પાંચમા ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ખાંડ આયાત થઈ રહી છે, આ કેવું આત્મનિર્ભર ભારત:ખડગેનાં વધતી કિંમત પર મોદી સરકારને 3 સવાલ; કહ્યું- સરકારની નીતિઓની કડવાશ ખાંડની મીઠાશમાં ભળી ગઈ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 'પાણીને હથિયાર બનાવી રહ્યું છે ભારત':સિંધુ જળ સંધિ સ્થગિત થવાથી ટેન્શનમાં પાકિસ્તાન, ખેતી-અર્થતંત્રની કથળતી હાલતથી શાહબાઝના મંત્રીને ડર લાગ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : BJPનો મતલબ- ભાગી જાઓ પાકિસ્તાન:અખિલેશ યાદવનો CM યોગી પર પલટવાર, કહ્યું- પરિવારવાદનો પણ ફાયદો થાય છે, ઘરમાં જ 5 સાંસદ, તેથી સપા તૂટી નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ભવિષ્યમાં સસ્તી થઈ શકે હવાઈ યાત્રા...:દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રિક વિમાને પહેલી ઉડાન ભરી, 27 મિનિટની ફ્લાઇટનો ખર્ચ 500 રૂપિયાથી પણ ઓછો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો:સોનું ₹8,257 વધીને ₹1.61 લાખ પર પહોંચ્યું, ચાંદી ₹12,788 મોંઘી થઈને ₹2.47 લાખ પ્રતિ કિલો થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : BCCIના ટાઇટલ સ્પોન્સર રેસમાં જેમિની અને SBI લાઇફ:બેઝ પ્રાઇસ 4.85 કરોડ રૂપિયા પ્રતિ મેચ; 2 વર્ષમાં 35 ઘરેલું મેચના રાઇટ્સ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુદ્ધિના દેવનું સિંહ રાશિમાં ગોચર:મેષ, વૃષભ સહિત 9 રાશિને ધન-પ્રગતિના યોગ; કન્યા, ધન અને મીન જાતકો પર 16 દિવસ સુધી મંડરાશે અશુભ છાયા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જીવતા અજગર સાથે રમી રહ્યા છે સાપ-સીડી ઇન્ડોનેશિયામાં બે વ્યક્તિ જીવતા સાપ અને અજગરની વચ્ચે બેસીને સાપ-સીડી રમતા જોવા મળ્યા. વીડિયોમાં ઘણા નાના-મોટા સાપ બોર્ડ પર ફરતા જોવા મળ્યા. રમત દરમિયાન એક સાપ અચાનક છોકરા તરફ ડંખ મારવા આગળ વધ્યો, પરંતુ તેણે કૂદીને પોતાને બચાવી લીધો. ખેલાડીઓ સાપની વચ્ચેથી રસ્તો બનાવતા રહ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : સૌરાષ્ટ્રમાં મિલીપીડની ફોજ ઉતરી, ફિલ્મ જુમાંજી જેવા સીન: 40 કરોડ વર્ષથી હજુ કેવી રીતે જીવે છે, હવામાં ગંધ છોડી પોતાનો જીવ બચાવે 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ગુજરાત યુનિ.માં પીએમના નામની યોજનાના 40 કરોડનો હિસાબ નથી મળતો: પહેલાં મહિલા કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ પોતાને જ ઇન્વેસ્ટિગેટર બનાવીને લાખોનો અલગ પગાર લીધો, ભાસ્કરે મેળવ્યા દસ્તાવેજ 3. સ્પાય ફાઈલ્સ : નકશો બદલીને સિયાચિનમાં કાવતરું ઘડી રહ્યું હતું પાકિસ્તાન: 21 ભારતીય જવાનોના હાથ-પગ ઓગળી ગયા, પણ તિરંગો લગાવીને જ જંપ્યા; પાર્ટ-1 4. આજનું એક્સપ્લેનર: 50 દિવસમાં ખાંડ 19% મોંઘી કેમ થઈ, શું ભાવ હજુ વધશે; દુનિયાને ખાંડ વેચવાથી ખરીદવાની નોબત કેવી રીતે આવી? 5. પાકિસ્તાનમાં દાઉદ પછી ભારતનો નવો દુશ્મન શહઝાદ: ભારતીય છોકરાઓને શોધવાથી હુમલા કરવા સુધી 6 લેયર, ડ્રગ એડિક્ટ યુવકોની ભરતી 6. પારકી પંચાત : એક લાફો અને ડોક્ટર મેડમની બદલી!: MLAની નંબર પ્લેટ વગરની મોટર સાયકલ પર લટાર; પોલીસે દારૂની એક બોટલ પકડી, જુઓ VIDEO ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:વૃષભ અને મિથુન જાતકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે, સિંહ રાશિના લોકોએ પોતાના ગુસ્સા પર કાબુ રાખવો (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    ગોવિંદા-સુનીતાના સંબંધો પર ભાણેજ આરતી સિંહે તોડ્યું મૌન:કહ્યું - ‘હું પરિવારનો ભાગ છું, પબ્લિસિટી કે ફૂટેજ માટે નહીં બોલું’
    Next Article
    Gambhir, Gill Refuse To Release India Reserves For Duleep Trophy: Report

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment