Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કાવ્ય લેખન સ્પર્ધાના વિજેતા જાહેર:કવિ સંમેલનમાં રાજ્યમંત્રી, ધારાસભ્ય સમક્ષ કવિઓએ ઉત્કૃષ્ટ રચનાઓ રજૂ કરી

    6 days ago

    મોરબીના શનાળા ગામે નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શનિવારે 'કવિ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા સહિતના આગેવાનો તેમજ સાહિત્ય અને કવિતા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કવિઓએ પોતાની સ્વરચિત કવિતાઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કવિ દીપકભાઈ ત્રિવેદી, હર્ષિદાબેન ત્રિવેદી, વિશાલભાઈ પારેખ, રામભાઈ વરોતરિયા, જનાર્દન દવે અને પંકજભાઈ ગઢવીએ એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા ડોકટરો, શિક્ષણવિદો સહિતના નગરજનો અને સાહિત્યરસિકોએ કવિઓની રચનાઓને દાદ આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. કવિ સંમેલનની સાથે ઓનલાઈન 'કાવ્ય લેખન સ્પર્ધા'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીના અનેક સાહિત્યપ્રેમી નાગરિકોએ ભાગ લીધો હતો અને પોતાની મૌલિક રચનાઓ મોકલી હતી. નિર્ણાયકો દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કર્યા બાદ, મોરબીના કવિ જલરૂપ (જેઓ કવિ જલરૂપના નામથી જાણીતા છે)ની રચનાને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. સાહિત્ય અને કળાના વારસાને સમૃદ્ધ બનાવવા તેમજ સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરો પાડવાના હેતુથી આવા કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્શિવ ફાઉન્ડેશનના આરતીબેન રાંકજા અને રોહનભાઈ રાંકજા તથા તેમની ટીમ, તેમજ જિલ્લા રમતગમત અધિકારી હિરલબેન વ્યાસ અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    આંદોલનકારીઓની તબિયત લથડી, બ્લડ પ્રેશર વધ્યું:ડૉક્ટરે દવા અને ભોજન લેવાની સલાહ આપી
    Next Article
    Why Sam Altman is the Most Dangerous CEO in the World | OpenAI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment