Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું:લાખોટા તળાવે ભક્તો ઉમટ્યા, પાલિકાએ વ્યવસ્થા કરી

    1 week ago

    જામનગર શહેરમાં દસ દિવસના દશા માતાના સ્થાપન બાદ મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું. લાખોટા તળાવ અને લહેર તળાવ નજીક મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના ભક્તો ડીજે અને ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે મૂર્તિ વિસર્જન માટે પહોંચ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત દશા માતાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અધિકારી રાજભા જાડેજા અને તેમનો સ્ટાફ ચાર ટ્રેક્ટર સાથે લાખોટા તળાવે હાજર હતો. તળાવના પાણીને પ્રદૂષિત થતું અટકાવવા અને જળચર જીવોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ ટ્રેક્ટર રાખવામાં આવ્યા હતા. ભક્તો દ્વારા દશા માતાની મૂર્તિઓ અને પૂજા સામગ્રી આ ટ્રેક્ટરમાં સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત, નાઘેડી નજીક આવેલા લહેર તળાવ પાસે પણ સોલિડ વેસ્ટ શાખા દ્વારા એક ટ્રેક્ટર તૈનાત કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાનો હેતુ લહેર તળાવમાં મૂર્તિ વિસર્જન અટકાવવાનો અને કોઈપણ દુર્ઘટના ટાળવાનો હતો. આખી રાતના જાગરણ બાદ માઈ ભક્તો વહેલી સવારે ઉત્સાહભેર મૂર્તિ વિસર્જન માટે ઉમટી પડ્યા હતા, જે ધાર્મિક આસ્થા અને પર્યાવરણ સંરક્ષણના સમન્વયનું દ્રશ્ય હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણ ફોટોગ્રાફર એસોસિએશનની નવી કમિટીની બિનહરીફ વરણી:નીતિનભાઈ પટેલ પ્રમુખ, ભાવિનભાઈ ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી
    Next Article
    Banaskantha News | બનાસકાંઠામાં બળદેવનાથ બાપુનો જામીન પર છુટકારો | Gujarati News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment