Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ શરૂ, ટ્રાફિક ડાયવર્ઝન જાહેર:આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેશે; પોસ્ટ ઓફિસથી જેડબલ્યુડી જેટ્ટી સુધીનો સમગ્ર વિસ્તાર 'નો વ્હીકલ ઝોન'

    6 days ago

    દમણમાં પ્રવાસન વિભાગ દ્વારા નાની દમણ નાઈટ માર્કેટ ખાતે 22 થી 30ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ 2026નું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં સંગીત સંધ્યા, સાંસ્કૃતિક પરેડ, નૃત્ય અને ડીજે મ્યુઝિક સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. ઉત્સવ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિને કારણે નાગરિકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે દમણ પોલીસ વિભાગે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. જાહેર કરાયેલી એડવાઈઝરી મુજબ, નાની દમણ નાઈટ માર્કેટ વિસ્તારમાં પોસ્ટ ઓફિસથી જેડબલ્યુડી જેટ્ટી સુધીનો સમગ્ર વિસ્તાર 'નો વ્હીકલ ઝોન' રહેશે. અહીં માત્ર પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. આ ઉપરાંત, તીન બત્તીથી નાની દમણ ચાર રસ્તા, જેટી ગાર્ડનથી ચાર રસ્તા, સત્યનારાયણ મંદિર ગલી અને અન્ય તમામ આંતરિક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. સમુદ્ર નારાયણ મંદિરથી પીડબલ્યુડી જેટ્ટી તરફનો સી ફેસ રોડ પણ બંધ રહેશે. નોંધનીય છે કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ વાહનો જેવા ઇમર્જન્સી વાહનોને આ નિયમમાંથી છૂટછાટ આપવામાં આવી છે. વાપી, નાની દમણ અને મોટી દમણ તરફથી આવતા વાહનો માટે દિલીપ નગર ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે, જ્યાંથી વાહનચાલકો પગપાળા જઈ શકશે. વલસાડ, પાતલિયા અને ભીમપોર તરફથી આવતા વાહનોએ નમો પથ (સ્મશાનભૂમિથી દેવકા સાઈડ) નજીકના પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરવાનો રહેશે. દમણ ટ્રાફિક પોલીસે નાગરિકોને અગાઉથી આયોજન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરી સહયોગ આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ બોલ્યા, મનુસ્મૃતિ કહે છે કે છોકરી પિતા-પતિ-બાળકોની સંપત્તિ:આ શરમજનક છે, મહિલાઓ આઝાદ હોવી જોઈએ; તેઓ કોઈના પર નિર્ભર નથી
    Next Article
    મોરબીમાં ઓક્યુપેશનલ સેફ્ટી સેમિનાર યોજાયો:શ્રમ મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગકારોને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment