Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારા અલી ખાનનો ફોટો લેવા પાપારાઝી વચ્ચે ધડબડાટી:અપશબ્દો બોલી ધક્કામુક્કી કરી, ઘટના જોઈને એક્ટ્રેસ હેબતાઈ ગઈ

    8 hours ago

    સારા અલી ખાન શુક્રવારે મુંબઈના જુહૂ વિસ્તારમાં પહોંચી હતી. આ દરમિયાન તે પોઝ આપી રહી હતી, ત્યારે જ તેની સામે બે પાપારાઝી વચ્ચે કેમેરા સ્પેસને લઈને દલીલ શરૂ થઈ ગઈ. જોતજોતામાં બંને એકબીજાને ધક્કા મારવા લાગ્યા અને મામલો અપશબ્દો સુધી પહોંચી ગયો. અચાનક થયેલા આ વિવાદથી સારા અલી ખાન થોડીવાર માટે આશ્ચર્યચકિત જોવા મળી. વીડિયોમાં તે પરિસ્થિતિ જોઈને નર્વસ થઈને હસતી પણ દેખાઈ અને ત્યારબાદ ત્યાંથી આગળ વધી ગઈ. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. અગાઉ પણ સારા આવી પરિસ્થિતિનો સામનો કરી ચૂકી છે સારા અલી ખાનનો પાપારાઝી સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિનો આ પહેલો કિસ્સો નથી. તાજેતરમાં જ તે મંદિરની બહાર જરૂરિયાતમંદોને ભોજન વહેંચતી વખતે સતત તસવીરો લેવા પર ફોટોગ્રાફર્સને કેમેરા બંધ કરવાની અપીલ કરતી જોવા મળી હતી. જ્યારે, આ પહેલા નવેમ્બર 2021માં સારા અલી ખાન જ્યારે તેની ફિલ્મ 'અતરંગી રે'ના ગીત 'ચકા ચક'ના પ્રમોશન માટે એક કોલેજ પહોંચી હતી. ત્યારે ઇવેન્ટ દરમિયાન ભારે ભીડ અને પાપારાઝીની હાજરીને કારણે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક સુરક્ષાકર્મીએ એક ફોટોગ્રાફરને ધક્કો માર્યો, જેના કારણે તે પડી ગયો. ઘટનાની જાણ થતાં જ સારાએ તેના સુરક્ષા ગાર્ડને બધાની સામે ઠપકો આપ્યો અને પાપારાઝીની માફી પણ માંગી હતી. જોકે, બીજા દિવસે જ્યારે સારા ફરીથી મીડિયા સામે આવી, ત્યારે ફોટોગ્રાફર્સે તેમને જણાવ્યું કે, ધક્કો મારનાર વ્યક્તિ તેનો અંગત બોડીગાર્ડ નહોતો. આ પછી સારાએ પોતાના બોડીગાર્ડનો બચાવ કરતા કહ્યું હતું કે, તેને પહેલાથી જ ખબર હતી કે તેમની ભૂલ ન હોઈ શકે. સારાએ કહ્યું કે, ઇવેન્ટ આયોજકોની સિક્યોરિટી ટીમના એક સભ્યએ ફોટોગ્રાફર્સને ધક્કો માર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે, તેનો બોડીગાર્ડ ક્યારેય આવું વર્તન કરી શકે નહીં. 'ઉડતા તીર'માં આયુષ્યમાન સાથે જોવા મળશે સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો 2’ માં જોવા મળી હતી. આ ફિલ્મ 15 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે સારા ટૂંક સમયમાં ફિલ્મ ‘ઉડતા તીર’માં નજર આવશે. આ ફિલ્મમાં તે ફરી એકવાર આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મનું ડિરેક્શન આકાશ એ. કૌશિક કરી રહ્યા છે. ફિલ્મને ધર્મા પ્રોડક્શન્સ અને સિખ્યા એન્ટરટેઈનમેન્ટે પ્રોડ્યુસ કરી છે. ‘ઉડતા તીર’ હવે 9 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    Reservation Hatao Andolan: जंतर-मंतर पर आरक्षण के खिलाफ बवाल, ये है 3 मांग! ! Jantar-Mantar protest
    Next Article
    અમેરિકાએ કેનેડા પર 50% ટેરિફ લગાવ્યો:ત્રણ દિવસની વાતચીત અનિર્ણિત; પીએમ કાર્ની બોલ્યા- USએ છેલ્લી ઘડીએ શરતો બદલી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment