Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડ મામલે રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ:પોલીસ કમિશનરને શહેરમાં દારૂના હાટડાના એડ્રેસ આપ્યા, ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં

    15 hours ago

    ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર તેમજ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તમામ DCP ઝોનના અધિકારીઓ દ્વારા જ્યા જ્યા દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે ત્યાં રેડ પાડી તે બંધ કરાવવામાં આવે અને પોલીસની હપ્તા સિસ્ટમ પણ બંધ થાય તેવી માગ કરી છે. રાજકોટ શહેરમાં ચાલતા દારૂના અમૂક અડ્ડાઓના એડ્રેસ આપી આખું લિસ્ટ આપવાની વાત કરી હતી. રંગીલા રાજકોટ શહેરમાં હત્યા અને લૂંટફાટ જેવી ઘટનાઓ સામાન્ય બની છે રાજકોટ પોલીસની ધાક રહી નથી. જેથી રાજકોટ શહેરમાં પ્રવેશતા પહેલા અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે તેવા માઈલ સ્ટોન લગાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયાનો આક્ષેપ કર્યો હતો તો ભાવનગર લઠ્ઠાકાંડ મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર માગ કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડ થયો અને અનેક લોકોના જીવ ગયા તે પ્રકારનો બનાવ રાજકોટમાં ન બને તે માટે અમે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક સમક્ષ રજૂઆત કરી હતી. રાજકોટમાં હત્યા, દારૂના હાટડા, ચોરી અને લૂંટફાટ સહિતની ઘટનાઓ બની રહી છે પહેલા જે રીતે પોલીસની માફિયાઓ ઉપર ધાક હતી તે પ્રકારની ધાક હવે રહી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ ફરીથી માફીયાઓ પર ધાક ઊભી કરે. જેથી રાજકોટના લોકો શાંતિથી જિંદગી જીવી શકે. ભાવનગર જેવો બનાવો રાજકોટમાં ન બને અને દારૂના હાટડા ચલાવવા માટે પોલીસ દ્વારા જે હપ્તા લેવામાં આવી છે તે બંધ થાય. રાજકોટ પોલીસ કમિશનર કચેરી હેઠળ આવતા તમામ ડીસીપી દ્વારા પોતાના ઝોનમાં પેટ્રોલિંગ કરે અને દારૂ વેચાતા હોય તેનું લીસ્ટ તૈયાર કરી ત્યાં રેડ પાડે તો ગૂનો આચરતા તત્વો ડરશે. તેમણે જણાવ્યું કે, રાજકોટમાં પોલીસની ધાક રહી નથી. પોલીસકર્મીના પરિવારના સભ્યની પણ હત્યા કરવામાં આવી. 15 દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા હતા ત્યારે તેની પૂર્વ રાત્રિએ જ અહિં એક મર્ડર થયું હતું. રાજકોટ પોલીસ નિષ્ફળ છે તેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ છે. રાજકોટ શહેરમાં પ્રવેશ કરો ત્યારે માઇલ સ્ટોન લગાવવામાં આવ્યું હોય અને તેમાં લખ્યું હોય કે, અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે તે પ્રકારની પરિસ્થિતિ આ શહેરમાં જોવા મળી રહી છે. જોઇન્ટ પોલીસ કમિશનરને રજૂઆત દરમિયાન રાજકોટ કોંગ્રેસના વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારા વોટમાં સંતોષીપરા, કીટીપરા અને પોપટપરાની પાછળ આવેલા 53 આવાસ ખાતે દારૂના હાટડા ચાલતા હોવાની અરજી પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં એક મહિના પહેલા કરવામાં આવી હતી પરંતુ તે બાદ પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી અને હાલની તકે પણ અહીં દારૂના હાટડા ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    Exclusive: Inside the bulk objections targeting Muslims in Uttarakhand’s SIR
    Next Article
    પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રણને પગલે દેશમાં ખાંડની અછત:ગણદેવી ખાંડ ઉદ્યોગના ચેરમેને કહ્યું- જ્યુસમાંથી ઈથેનોલથી 45 ટન ખાંડનું ઉત્પાદન ઘટ્યું, નવેમ્બરમાં નવી સિઝન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment