Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમી પંખીડાની માસૂમ પુત્ર સાથે કેનાલમાં મોતની છલાંગ:અડાલજ કેનાલ વિસ્તારમાંથી બાળકની લાશ મળી, પ્રેમી યુગલનો કોઈ પત્તો લાગ્યો નથી

    8 hours ago

    ગાંધીનગરના પુંદ્રા ગામના પરિણિત યુવક અને યુવતીએ દોઢ વર્ષના માસૂમ પુત્ર સાથે કરાઈ નર્મદા કેનાલમાં પડતુ મૂકી આપઘાત કરી લીધો છે. સામાજિક મર્યાદાઓ અને પ્રેમસંબંધના કારણે આ કરુણ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ડભોડા પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં અડાલજ કેનાલ વિસ્તારમાંથી માસૂમ બાળકની લાશ મળી આવી છે. પ્રેમી પંખીડા બે દિવસથી ઘરેથી ગાયબ હતા પુંદ્રા ગામના પરિણિત યુવક અને પ્રાંતિજ પાસેના ગામની વતની (પુંદ્રામાં સાસરી ધરાવતી) પરિણીતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. બંને પ્રેમી પંખીડા છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગયા હતા. પરિણીતા પોતાની સાથે પોતાના દોઢ વર્ષના દીકરાને પણ લઈ ગઈ હતી. ગઈકાલે સાંજે કરાઈ નર્મદા કેનાલ કિનારેથી બિનવારસી બાઇક મળી આવતા પરિજનોને શંકા ગઈ હતી. આથી તેમણે તાત્કાલિક ડભોડા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કેનાલમાં સર્ચ ઓપરેશન અને કાર્યવાહી ડભોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, કેનાલમાં પાણીનો વહેણ અત્યંત તીવ્ર હોવાના કારણે સર્ચ ઓપરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. બીજા દિવસે પણ સતત તપાસ ચાલુ રખાઈ હતી, જેમાં અડાલજ કેનાલ વિસ્તારમાંથી દોઢ વર્ષના બાળકની લાશ મળી આવી છે. હજુ સુધી પ્રેમી યુગલનો કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં યુગલની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. યુગલનો પત્તો મળ્યા બાદ તેમજ પરિજનોની વિસ્તૃત પૂછપરછ પછી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કેનેડીપુરમાં ગૌરવંશ સામે સિંહે ચાલતી પકડી:જૂનાગઢના મેંદરડાના કેનેડીપુર ગામમાં શિકારની શોધમાં આવેલો સિંહ ગૌવંશ સામે આવતાં શિકાર કર્યા વગર જ ભાગી છૂટ્યો, સીસીટીવી વાયરલ
    Next Article
    IPS बीबीजीटीएस मूर्ति का पूरा नाम क्या है? धोती-कुर्ता में ल‍िया मेरठ SSP का चार्ज, NDTV से बताई नाम की कहानी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment