Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગીરથસિંહ ઝાલાએ પદગ્રહણ કર્યું:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની શહેરી વિકાસ સમિતિના ચેરમેન બન્યા

    3 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સમિતિના ચેરમેન તરીકે ભગીરથસિંહ જસુભા ઝાલાએ વિધિવત રીતે પદગ્રહણ કર્યું છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારોહમાં મેયર રાકેશભાઈ રાઠોડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમણે ભગીરથસિંહ ઝાલાને નવી જવાબદારી માટે અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી. નવી જવાબદારી સંભાળ્યા બાદ ભગીરથસિંહ ઝાલાએ શહેરના વિકાસને વધુ વેગ આપવા તથા શહેરી વિકાસ અને ગૃહનિર્માણને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ભારે પડી:રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે જય રામનાથ, હરેકૃષ્ણ, ૐ સાંઈ અને એન્જલ ચાઇનીઝને સીલ કરી, 47 સ્થળે ચેકીંગ કરી 50 કિલો વાસી ખોરાકનો નાશ
    Next Article
    પંચમહાલમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટરે જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનો કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment